સેવાસીમાં યુવાનનો રહસ્યમય સંજોગોમાં ફાંસો ખાઇ આપઘાત
Image Source: Freepik
વડોદરા, તા. 7 ફેબ્રુઆરી 2024 બુધવાર
વડોદરા નજીક સેવાસી ગામે અર્બન રેસીડેન્સીમાં રહેતા 42 વર્ષના સુનિલ નારાયણ મોરેએ પોતાના ઘરમાં રૂમમાં પંખાના ખાલી હુકમાં દોરી બાંધી ગળાફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું હતું. આ બનાવની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું હતું કે મૃતક સુનિલ કોઈ કામ ધંધો કરતો ન હતો અને તેને વ્યસનની ટેવ હતી. જોકે આપઘાતનું સાચું કારણ જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.