બે દિવસ પહેલા યુ.પી.થી આવેલા યુવાનનો આપઘાત

મુજમહુડામાં ભાઇના ઘરે જ અગમ્ય કારણોસર ફાંસો ખાઇ લીધો

Updated: Dec 26th, 2023


Google NewsGoogle News
બે  દિવસ પહેલા યુ.પી.થી આવેલા યુવાનનો આપઘાત 1 - image

 વડોદરા,મુજમહુડા વિસ્તારમાં રહેતા  ભાઇની સાથે મજૂરી કામ કરવા માટે આવેલા યુવકે અગમ્ય કારણોસર ફાંસો ખાાઇને આપઘાત કરી લીધો છે. 

જે.પી.રોડ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, યુ.પી.ના જોનપુર ખાતે રહેતો ૨૦ વર્ષનો વિશાલ વિશ્વકર્મા બે દિવસ પહેલા જ વતનથી વડોદરા રહેતા ભાઇના ઘરે મુજમહુડા આવ્યો હતો. ગઇકાલે તેનો ભાઇ કામ માટે બહાર ગયો હતો. તે દરમિયાન વિશાલે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. રાતે તેનો ભાઇ ઘરે આવ્યો ત્યારે વિશાલને ફાંસો ખાધેલી હાલતમાં જોઇ મામાને જાણ કરી હતી. મામા સુરેશભાઇ તેને હોસ્પિટલમાં લઇ ગયા હતા. પરંતુ, સારવાર મળે તે પહેલા જ તેનું મોત થયું હતું. જે અંગે જે.પી.રોડ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જોકે, વિશાલના મોબાઇલ ફોનમાં પાસવર્ડ હોવાથી પોલીસે મોબાઇલ ખોલવા માટે એક્સપર્ટની મદદ લીધી છે. 


Google NewsGoogle News