ડમ્પર ચાલકે બાઇક સવાર સાળા બનેવીને ટક્કર મારતા સાળાનું મોત

સાળા બનેવી બાઇક પર ઘરે જતા હતા

Updated: Aug 10th, 2024


Google NewsGoogle News
ડમ્પર ચાલકે બાઇક સવાર સાળા બનેવીને ટક્કર મારતા સાળાનું મોત 1 - image

 વડોદરા, ડમ્પર ચાલકે બાઇક ચાલકને પાછળથી ટક્કર મારતા બાઇક સવાર સાળા બનેવી રોડ પર ફંગોળાયા હતા. સાળાના કમર પરથી ડમ્પરના પૈંડા ફરી વળતા તેનું કમકમાટીભર્યુ મોત થયું હતું.

વડસર બિલા બોંગ સ્કૂલની પાછળ સમન્વય સ્પર્શમાં રહેતા ૩૫ વર્ષના શિવનને પેરુમલ સેટીએવેલ  પેરુમલ નાડાર ગાજરાવાડી પાણીની ટાંકી પાસે સ્ક્રેપનો ધંધો કરે છે. તેમનો સાળો કાર્થિક મડક્કન્નુ નાડાર ( ઉં.વ.૧૮ ) છેલ્લા એક વર્ષથી તેઓની સાથે રહે છે. ગઇકાલે સાંજે સાત વાગ્યે ગાજરાવાડી ખાતે આવેલી સ્ક્રેપની દુકાન બંધ કરીને સ્ક્રેપના વેપારી અને  તેમનો સાળો બાઇક લઇને અક્ષર ચોક ખાતે કુટુંબી બહેનના ઘરે મળવા ગયા હતા. ત્યાંથી તેઓ બાઇક લઇને વડસર જવા માટે નીકળ્યા હતા. સ્ક્રેપના વેપારી બાઇક ચલાવતા હતા અને તેમનો સાળો પાછળ બેઠો હતો. રાતે સાડા આઠ વાગ્યે કલાલી જાગનાથ મહાદેવ મંદિર નજીક કચરાના ડમ્પર ચાલકે તેઓની બાઇકને પાછળથી ટક્કર મારતા તેઓ રોડ પર ફંગોળાયા હતા. વેપારીના સાળાના કમર પર ડમ્પરના ટાયર ફરી વળતા ગંભીર ઇજા થઇ હતી. એક રાહદરી તેને પોતાની કારમાં બેસાડીને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયો હતો. જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. અટલાદરા  પોલીસે બનાવ અંગે ગુનો દાખલ કરી ડમ્પરના ચાલકની શોધખોળ હાથ ધરી છે.


Google NewsGoogle News