Get The App

કારેલીબાગની મોબાઇલ શોપમાંથી મોબાઇલ ઉઠાવી જનાર યુવક કલાકોમાં જ પકડાઇ ગયો

Updated: Sep 11th, 2024


Google News
Google News
કારેલીબાગની મોબાઇલ શોપમાંથી મોબાઇલ ઉઠાવી જનાર યુવક  કલાકોમાં જ પકડાઇ ગયો 1 - image

વડોદરાઃ કારેલીબાગ વિસ્તારની મોબાઇલ શોપમાંથી મોબાઇલ ઉઠાવી ફરાર થઇ ગયેલા યુવકને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડવામાં આવ્યો હતો.

એલએન્ડટી સર્કલ પાસે ક્રોમા સેન્ટરમાં ગઇકાલે એક યુવક મોબાઇલ ખરીદવા માટે આવ્યો હતો.બીજા પણ ગ્રાહકો હાજર હોવાથી યુવક કર્મચારીની નજર ચૂકવીને મોબાઇલ ચોરી ગયો હતો.જે બાબતે મેનેજર આનંદભાઇ એ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ડીસીપી પન્ના મોમાયાની ટીમે તરત જ સીસીટીવી ફૂટેજ મેળવ્યા હતા અને યુવકને શોધી કાઢ્યો હતો.પકડાયેલા યુવકનું નામ નરેશ શાંતિલાલ સિંધા(રાજહંસ એવન્યૂ, અનંતપાર્ક,દિવાળીપુરા મૂળ લીમજ ગામ, જંબુસર) હોવાનું ખૂલ્યું હતું.

Tags :
vadodaracrimeyouthcaughttheftmobileshop

Google News
Google News