Get The App

નભોઈ નર્મદા કેનાલ પાસે ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમતો યુવાન પકડાયો

Updated: Apr 15th, 2024


Google NewsGoogle News
નભોઈ નર્મદા કેનાલ પાસે ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમતો યુવાન પકડાયો 1 - image


ઇન્ફોસિટી પોલીસ દ્વારા ૨૬ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરીને યુવાન સામે જુગારધારા હેઠળ ગુનો દાખલ કર્યો

ગાંધીનગર : આઈપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટ શરૃ થતાની સાથે ક્રિકેટ સટ્ટાની પણ પ્રવૃત્તિ વધી છે ત્યારે ઈન્ફોસિટી પોલીસ દ્વારા નભોઈ નર્મદા કેનાલ પાસે ગઈકાલે સાંજના સમયે મોબાઇલ મારફતે ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમતા એક યુવાનને ઝડપી લેવામાં આવ્યો હતો અને તેમની પાસેથી મોબાઇલ સહિતનો ૨૬ હજારનો મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આઈપીએલ ક્રિકેટ ઉપર છેલ્લા ઘણા સમયથી ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમવાની પ્રવૃત્તિ વધી રહી છે ત્યારે પોલીસ દ્વારા પણ આવા સટોડીયા ઉપર વોચ રાખીને તેમને પકડવામાં આવી રહ્યા છે છેલ્લા એક અઠવાડિયામાં ગાંધીનગર શહેરમાં અલગ અલગ વિસ્તારમાં ૧૨ જેટલા વ્યક્તિઓ સટ્ટો રમતા પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યા છે ત્યારે ગઈ કાલે સાંજના સમયે ઇન્ફોસિટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે બાતમી મળી હતી કે નભોઈ નર્મદા કેનાલ પાસે એક યુવાન તેના મોપેડ ઉપર બેસીને મોબાઈલ ઉપર ઓનલાઇન સટ્ટો રમી રહ્યો છે. જે બાતમીના પગલે પોલીસ ટીમે અહીં દરોડો પાડીને સટ્ટો રમતા આશિષ ડાયાભાઈ પરમાર રહે, સેક્ટર ૩ એ-ન્યુ પ્લોટ નંબર ૧૫૯/૧ને ઝડપી લીધો હતો. તેની પાસેથી મોબાઇલ રોકડ રૃપિયા અને મોપેડ મળીને ૨૬ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી લેવામાં આવ્યો હતો. આ યુવાન દ્વારા ઓનલાઇન સટ્ટો રમવા માટે આઈડી અને પાસવર્ડ કોની પાસેથી લેવામાં આવ્યા હતા તે જાણવા માટે મથામણ શરૃ કરવામાં આવી છે. હાલ તેની સામે જુગારધારા હેઠળ દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી હતી.


Google NewsGoogle News