Get The App

સુભાનપુરામાં ઓનલાઇન ક્રિકેટનો સટ્ટો રમતો ફ્રુટવાળો પકડાયો

Updated: May 11th, 2024


Google NewsGoogle News
સુભાનપુરામાં ઓનલાઇન ક્રિકેટનો સટ્ટો રમતો ફ્રુટવાળો પકડાયો 1 - image

વડોદરાઃ વડોદરા એસઓજીની ટીમે જુદાજુદા બે બનાવમાં ગુનો આચરનાર બે આરોપીને ઝડપી પાડયા હતા.

સુભાનપુરા વિસ્તારમાં હાઇટેન્શન લાઇન નજીક દેરાસર પાસે ફ્રુટની લારી ધરાવતો નાનુ રાજુભાઇ ચુનારા(બરાનપુરા, ચુનારાવાડ) મોબાઇલ પર બાંગ્લાદેશ-ઝીમ્બાવે વચ્ચે ચાલતી ૨૦-૨૦ ક્રિકેટ મેચ પર સટ્ટો રમી રહ્યો હોવાની વિગતોને પગલે એસઓજીએ તેને રંગેહાથ ઝડપી પાડી મોબાઇલ તેમજ રોકડા રૃ.૧૦,૬૦૦ કબજે કર્યા હતા.પોલીસે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી આઇડી આપનારની તપાસ હાથ ધરી છે.

જ્યારે,સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં થોડા સમય પહેલાં રૃ.૫.૩૬ લાખના દારૃનો કેસ નોંધાતા તેમાં સંડોવાયેલા આરોપી હિતેષ ઉર્ફે ઇકો જયંતિભાઇ ઠાકોર(ગણેશ નગર,એમ એસ યુનિ.ના ગેટ પાસે,મૂળ પરિમલ એવન્યૂ, છાણી ટીપી-૧૩)ને સુભાનપુરામાંથી ઝપી પાડયો હતો.


Google NewsGoogle News