Get The App

વડોદરાના અટલાદરા ખિસકોલી સર્કલ પાસે યુવાન પર તલવારથી હુમલો

Updated: May 27th, 2024


Google NewsGoogle News
વડોદરાના અટલાદરા ખિસકોલી સર્કલ પાસે યુવાન પર તલવારથી હુમલો 1 - image

image : Freepik

Crime News Vadodara : ખિસકોલી સર્કલ નગર મકાન મકાનની પાછળ શ્રીજી નગરમાં રહેતો સંતોષ કિશનભાઇ માળી કલર કામ કરે છે. વડોદરામાં અટલાદરા પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગઈકાલે રાત્રે 10:00 વાગ્યે મારા મિત્રો સાથે ખિસકોલી સર્કલ પાસે બેઠો હતો ત્યારે પૃથ્વીરાજ ઉર્ફે બિહારી કેસરી મોટે મોટેથી ગાળો બોલતો હોય મેં તેને ગાળો બોલવાની ના પાડી હતી તેણે એકદમ નીચે પડેલો પથ્થર ઉઠાવી મને છૂટો માર્યો હતો. મારા કાકાના દીકરાએ તેને પકડી લઈ હાથમાંથી પથ્થર ફેંકાવી દીધા હતા.

ત્યારબાદ પૃથ્વીરાજે મને લાગે ભરી દીધું હતું તલવાર લઈને આવ્યો હતો અને આજે તો હવે હું તને નહીં છોડુ તેમ કહી મારા તરફ ધસી આવી હુમલો કર્યો હતો. હું હટી જતા તલવારનો ઘા રોડ પર પડ્યો હતો. ત્યારબાદ ફરીથી મને મારવા જતાં મે મારા બંને હાથ આડા કરી દેતા કાંડા પર ઈજા થઈ હતી. ત્યારબાદ મેં મારા હાથથી તલવાર પકડી ખેંચી લઈને ફેંકી દીધી હતી.


Google NewsGoogle News