વડોદરા રેલવે સ્ટેશન પરથી નશાકારક પોશડોડાના જથ્થા સાથે યુવાન અને એક કિશોરીની ધરપકડ

Updated: Jun 10th, 2024


Google NewsGoogle News
વડોદરા રેલવે સ્ટેશન પરથી નશાકારક પોશડોડાના જથ્થા સાથે યુવાન અને એક કિશોરીની ધરપકડ 1 - image

image : Freepik

Vadodara News : વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર છ ઉપર રેલ્વે પોલીસના માણસો ફૂટ પેટ્રોલિંગ કરતા હતા ત્યારે પ્લેટફોર્મ પર એક યુવાન અને એક બાળકીશોરી કેટલોક સામાન સાથે લઈને બેસેલા જણાયા હતા. બંનેની હરકત શંકાસ્પદ જણાતા પોલીસે બંનેને તેમની પાસેની બેગમાં શું છે તેમ પૂછપરછ કરતા બંને ગભરાઈ ગયા હતા અને બેગમાં નશા માટે ઉપયોગમાં લેવાતા પોશડોડાનો જથ્થો હોવાનું જણાવ્યું હતું. પોલીસે આદિત્ય દેવીલાલ ઢાકડ (રહે એરા તાલુકો સિતામઉ, જિ.મંડસૌર, મધ્યપ્રદેશ) તેમજ બાળકીને ઝડપી તપાસ હાથ ધરી હતી. પોલીસે તેઓની પાસેથી 21.620 કિલોગ્રામ પોશડોડાનો જથ્થો તેમજ મોબાઇલ સહિત કુલ 70160 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોશડોડાનો જથ્થો ક્યાંથી લાવ્યા હતા અને કોને પહોંચાડવાનો હતો તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News