તારો પતિ મરી ગયો છે મને તારા પતિની જેમ રાખ...!! સસરાની પરિણીતા પાસે બીભત્સ માગણી
image : Freepik
Vadodara Sexual Harassment : વડોદરાની એક પરિણીતાએ ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગત તારીખ 10 માર્ચે હું મારા ઘરે સવારે વાસણ ગોઠવતી હતી. તે દરમિયાન મારા સસરા અચાનક પાછળથી આવ્યા હતા અને મને પકડી લઈ મારી સાથે સારી અડપલા કરી ગળાના ભાગે કિસ કરી હતી. મારા સસરાએ મને જણાવ્યું હતું કે તારો પતિ મરી ગયો છે. જેથી મને તારા પતિની જેમ રાખ.. તારા પતિનો જેવા તમામ સુખ તને આપીશ. સસરાનું આવું વર્તન જોઈને પરિણીતા સ્તબ્ધ થઈ ગઈ હતી.
પરિણીતાએ બૂમો પાડતા સસરાએ ધમકી આપી હતી કે રૂમમાં થયેલી વાત કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ. ત્યારબાદ પરિણીતા પોતાના પુત્રને લઈને પોલીસ સ્ટેશન પહોંચી ગઈ હતી અને ફરીયાદ કરી હતી. પરંતુ પોલીસે ફરિયાદ દાખલ નહીં કરતા પરિણીતાએ કોર્ટમાં ફરિયાદ કરી હતી. કોર્ટે પોલીસને સ્થળ પર જઈને સીઆરપીસી 156 ત્રણ મુજબ તપાસ કરી 60 દિવસમાં રિપોર્ટ કરવા હુકમ કર્યો છે.