Get The App

૨૫ વર્ષની પરિણીતા બે માસૂમ સંતાનો સાથે રહસ્યમય લાપત્તા

પતિ સાથે ઝઘડો થતા હિરલ બે સંતાનો સાથે પિયર જતી રહી હતી

Updated: Feb 24th, 2024


Google NewsGoogle News
૨૫ વર્ષની પરિણીતા બે માસૂમ સંતાનો સાથે રહસ્યમય લાપત્તા 1 - image

વડોદરા, તા.24 વડોદરા નજીક આવેલા રતનપુર ગામમાં રહેતા પતિ સાથે ઝઘડો થયા બાદ ઘેરથી નીકળી પિયર જતી રહેલી પત્ની તેના બે માસૂમ સંતાનો સાથે રહસ્યમય સંજોગોમાં લાપત્તા થઇ જતા પોલીસે ત્રણેની શોધખોળ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે વડોદરા-ડભોઇ સ્ટેટ હાઇવે પર આવેલા રતનપુર ગામે પરમાર ફળિયામાં રહેતા મયુર રમણભાઇ પરમાર (ઉ.વ.૨૫) સરદાર એસ્ટેટ ખાતેની ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેના પાંચ વર્ષ પહેલાં વાઘોડિયા તાલુકાના ગુગલીયાપુરા ગામમાં રહેતી હિરલ સાથે લગ્ન થયા હતાં. લગ્ન બાદ હિરલે એક પુત્રી અને પુત્રને જન્મ આપ્યા હતાં. જેમાં પુત્રી સાડા ચાર વર્ષની  જ્યારે પુત્ર બે વર્ષનો છે.

એક મહિના પહેલાં મયુર અને હિરલ બંને વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી થયા બાદ હિરલ તેના બે સંતાનો સાથે પિયરમાં જતી રહી હતી. પિયરમાં જતી રહેલી પત્નીને મનાવવા માટે મયુર દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવ્યા  હતાં. દરમિયાન તા.૨૨ ફેબુ્રઆરીના રોજ બપોરે કોઇને પણ કહ્યા વગર બંને સંતાનોને લઇને હિરલ ઘેરથી નીકળ્યા બાદ તે પરત ફરી ન હતી. જેથી તેની શોધખોળ બાદ આખરે મયુરે પત્ની અને બે સંતાનો ગુમ થયા હોવાની જાણ વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં કરતાં પોલીસ દ્વારા ત્રણેનો પત્તો મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે.




Google NewsGoogle News