માંજલપુરમાં મિત્રે જ મિત્રની તિક્ષ્ણ હથિયારથી હત્યા કરી

આસામના મૂળ વતની બંને મિત્રો એક મહિના પહેલાં જ વડોદરા આવ્યા હતા

Updated: Oct 27th, 2023


Google NewsGoogle News
માંજલપુરમાં મિત્રે જ મિત્રની તિક્ષ્ણ હથિયારથી હત્યા કરી 1 - image

, તા.27 શહેરના માંજલપુર વિસ્તારમાં સરસ્વતી ચાર રસ્તા પાસેની એક ઓરડીમાં પરપ્રાંતિય મિત્રે જ મિત્રની ઘાતકી હત્યા કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે.

આ અંગેની વિગત એવી છે કે આજે સાંજે સરસ્વતી ચાર રસ્તા પાસે કોર્પોરેશનના બાગની સામે એક ઓરડીમાં રહેતા એક યુવાનની ઘાતકી હત્યા થયેલી લાશ મળી હતી. યુવાનના ગળા તેમજ છાતીના ભાગે તિક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા થઇ હોવાનું બહાર આવ્યું હતું. હત્યાના બનાવની જાણ થતાં જ ઉચ્ચ પોલિસ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા  હતાં.

પોલીસની તપાસમાં મૃતકનું નામ તેજલ એહમલ (ઉ.વ.૨૨) જાણવા મળ્યું હતું. તેમજ તેનો મિત્ર સૈફુલ ઇસ્લામ (ઉ.વ.૨૩)જ હત્યારો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે સૈફુલની અટકાયત કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે મૂળ આસામના બંને શખ્સો એક મહિના પહેલાં જ વડોદરા કામ માટે આવ્યા હતા અને માંજલપુર વિસ્તારની ખાનગી હોસ્પિટલમાં સાથે નોકરી કરતાં હતાં.




Google NewsGoogle News