Get The App

વડોદરાના દંતેશ્વરમાં ઘરમાં ઊંઘી રહેલા યુવક પર પૂર્વ મિત્રનો ચાકુથી હુમલો

Updated: Jun 18th, 2024


Google NewsGoogle News
વડોદરાના દંતેશ્વરમાં ઘરમાં ઊંઘી રહેલા યુવક પર પૂર્વ મિત્રનો ચાકુથી હુમલો 1 - image


Crime News Vadodara : વડોદરાના દંતેશ્વર વિસ્તારમાં ઉડાના મકાનમાં ઊંઘી રહેલા યુવક પર એકલાનું કોર્ટનું વોરંટ રદ કરાવ્યું તેની અદાવત રાખી તેના પૂર્વ મિત્ર અન્ય શખ્સ સાથે મળી યુવકને માર માર્યા બાદ ચાકુથી હુમલો કર્યો હતો. દરમિયાન યુવકે બૂમાબૂમ કરતા આસપાસના લોકો જાગી જતા બંને હુમલાખોરે જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી જતા રહ્યા હતા. જેથી યુવકે મકરપુરા પોલીસ સ્ટેશનમાં બે શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

 શહેરના દંતેશ્વર વિસ્તારમાં આવેલા અમર શ્રદ્ધા ના મકાનમાં રહેતા અજયભાઈ શંકરભાઈ સુરતીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે લાકડાના ડોર ફીટીંગનુ છુટક કામ કરે છે. હું અગાઉ વડોદરા એસ.ટી ડેપી પાસે આવેલી નટરાજ ટોકીઝ પાસે ઝુપડપટ્ટીમાં રહેતા હતા. ત્યારથી ભીમ ઉર્ફે કાંચો ગોપાલ બહાદુર સોનીને ઓળખું છું. આશરે સાતેક વર્ષ પહેલા હું તથા ભીમ ઉર્ફે કાંચો ગોપાલ સોનીએ પાવીજેતપુરના કરાલી પોલીસ સ્ટેશન ખાતે ઇંગલિશ દારૂના કેસમાં પકડાયા હતા. જેનો કેસ પાવી જેતપુર કોર્ટમાં ચાલે છે. જે કોર્ટમાથી અમારા નામના ધરપકડ વોરંન્ટ નીકળતા હોય જેથી મેં ભીમ ઉર્ફે કાંચો સોનીને વોરન્ટ રદ કરવા તથા કેસ જલ્દી પુરો થાય માટે સમયસર કોર્ટમાં હાજર રહેવા જણાવતા ભીમ ઉર્ફે કાંચો સોનીએ તું તારૂ જોઈ લે હું મારી રીતે મારી કેસ પતાવી દઇશ તેમ જણાવ્યુ હતું. જેથી મે પાવી જેતપુર કોર્ટ ખાતે મારા વોરન્ટ ના કામે હાજરી આપી વોરન્ટ રદ કરવી દીધું હતુ. ત્યારબાદ ભીમ ઉર્ફે કાંચો સોનીનું ધરપકડ વોરંટ નીકળતા ભીમ ઉર્ફે કાંચો સોનીએ કોર્ટમાં હાજરી આપી હતી અને પછી તેણે મને અવાર નવાર તે તારા એકલાનુ વોરન્ટ કેમ રદ કરાવી દીધું છે તેમ કહી મને મારી નાખવાની ધમકીઓ આપતો હતો. તા.17/06/2024 ના રા રાંત્રીના મારા ઘરના સભ્યો અમારા ગુડાના પર ઉઘતા હતા અને હુ મારા ઘરમાં સુતો હતો અને ઘરમાં પવન આવે જેથી દરવાજો ખુલ્લો રાખ્યો હતો. તે વખતે સવારના સાડા ચારેક વાગ્યાના ભીમ ઉર્ફે કાનચો ગોપાલ સોની અને તેનો મિત્ર કરણ મારા ઘરે આવ્યા હતા અને મને સુતેલાને માર માર્યો હતો. જેથી મેં મારો બચાવ કરવા જતા ભીમ ઉર્ફે કાંચાએ તેની પાસેનું ચપ્પુ મારા પર હુમલો કર્યો હતો. મેં બુમાબુમ કરતા મારા મમ્મી પપ્પા દોડી આવી મને છોડાવતા હતા અને આજુ બાજુના રહીશો ભેગા થતા ભીમ ઉર્ફે કાંચો તથા તેનો મિત્ર કરણ જતા રહ્યા હતા. પરંતુ જતા જતા તને હું જીવતો નહી છોડુ તેમ કહી જાનથી મારી નાખવાને ધમકી આપી હતી. મને લોહી નીકળતી હાલતમાં એસ.એસ.જી હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. મકરપુરા પોલીસે બંને હુમલાખોરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.



Google NewsGoogle News