ફ્રેન્ડશિપ તોડી નાંખનાર કિશોરીને એસિડ એટેકની ધમકી આપતો યુવક

કિશોરીના ફોટા નીચે અશ્લિલ લખાણ કરી ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર અપલોડ કરી દીધા

Updated: Nov 3rd, 2023


Google NewsGoogle News
ફ્રેન્ડશિપ તોડી નાંખનાર કિશોરીને એસિડ એટેકની ધમકી આપતો યુવક 1 - image

 વડોદરા,૧૬ વર્ષની કિશોરીએ ફ્રેન્ડશિપ તોડી નાંખતા ઉશ્કેરાયેલા યુવકે કિશોરીના ફોટાની નીચે અશ્લિલ લખાણ કરી તે ફોટા પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં અપલોડ કરી દઇ બદનામ કરવાની કોશિશ કરી હતી. જે અંગે વારસિયા પોલીસે ગુનો દાખલ કર્યો છે.

શહેરના વારસિયા  પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી ૧૬ વર્ષની કિશોરી વર્ષ - ૨૦૨૦ માં કોરોના કાળ દરમિયાન ઘરે રહીને મોબાઇલ પર ઓનલાઇન અભ્યાસ કરતી હતી. તે દરમિયાન તેના મોબાઇલમાં ઇન્સ્ટાગ્રામ પર મિહિર મનુભાઇ વાઘેલા ( રહે. કિશનવાડી) નો મેસેજ આવ્યો હતો. ત્યારબાદ બંને વચ્ચે મિત્રતા કેળવાઇ હતી. મિહિરે કિશોરી પાસેથી મોબાઇલ નંબર લીધો હતો. તેઓ અવાર - નવાર મોબાઇલ પર વાતચીત કરતા હતા. અને મળતા હતા. મિહિરે કિશોરીને પોતાની સાથે રહેવાની વાત કરી હતી. પરંતુ, કિશોરીએ રહેવાની ના પાડતા મિહિરે મોંઢા પર એસિડ છાંટવાની વાત કરી હતી. ધમકીના પગલે ગભરાયેલી કિશોરીએ મિહિર સાથે વાતચીત કરવાનું બંધ કરી  દીધુું હતું. જેથી, ઉશ્કેરાયેલા મિહિરે યુવતીની ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં અપલોડ થયેલા ફોટા લઇ તેના નીચે ગાળો તથા અશ્લિલ લખાણ કરી  પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં અપલોડ કર્યા હતા. તેમજ કિશોરીના સગા સંબંધીઓને કોલ કરી ગાળો આપતો હતો. કિશોરીનો તે સતત પીછો પણ કરી હેરાન કરતો હતો. જે અંગે કિશોરીએ વારસિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પી.આઇ. એ.એમ.ગઢવીએ ગુનો દાખલ કરી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News