ધાર્મિક લાગણી દુભાય તેવી પોસ્ટ મૂકનાર યુવાન રિમાન્ડ પર

આ કૃત્ય પાછળ અન્ય લોકો સામેલ હોવાની શંકાના આધારે પોલીસ તપાસ શરૃ કરી

Updated: Feb 24th, 2024


Google NewsGoogle News

 ધાર્મિક લાગણી દુભાય તેવી પોસ્ટ મૂકનાર યુવાન રિમાન્ડ પર 1 - imageવડોદરા,ઇન્સ્ટાગ્રામ પર ધાર્મિક લાગણી દુભાય તેવી  પોસ્ટ ફોટા સાથે મૂકનાર પાદરાના યુવાનની પાછળ કોણ  કોણ સક્રિય છે ? તેની તપાસ પોલીસે શરૃ કરી છે. આ ઉપરાંત આ બનાવની તલસ્પર્શી તપાસ માટે નવાપુરા પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે. 

ગોત્રી વ્રજ વાટિકા સોસાયટીની બાજુમાં ક્રિષ્ણા ટાઉનશિપ ફ્લેટમાં રહેતો જતીન અર્જુનભાઇ પટેલ રાજમહેલ રોડ પર રોબોટેક ઇલેક્ટ્રોનિક નામની મોબાઇલ એસેસરિઝની દુકાન ચલાવે છે. નવાપુરા  પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, સાહીદ પટેલ નામની ઇન્સ્ટાગ્રામ આઇ.ડી. ઉપરથી ધાર્મિક લાગણી દુભાય તેવા અપશબ્દો લખ્યા હતા. મેં આ કોમેન્ટ જોતા તેના સરનામાની તપાસ કરતા તેનું નામ સાહીદ પટેલ ( રહે. ગુ.હા.બોર્ડ,મહાલક્ષ્મી સોસાયટીની પાસે, પાદરા) હોવાનું જણાઇ આવ્યું હતું. પોલીસે તેની ધરપકડ કરી આજે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગણી કરતા જણાવ્યું હતું કે, આરોપીએ પોતે આ કૃત્ય જાતે કર્યુ છે કે કેમ ? કોઇએ ફંડિંગ કર્યુ છે કે કેમ ? તેની તપાસ કરવાની છે. આરોપી ફૂડ ડિલિવરી તરીકેનું કામ કરે છે.


Google NewsGoogle News