Get The App

સ્વરૂપવાન યુવતીના ફોટાવાળી ફ્રેન્ડ રિક્વેસ્ટ આવે તો ચેતવું,વડોદરામાં યુવકને બ્લેકમેલ કર્યો

Updated: Dec 8th, 2023


Google NewsGoogle News
સ્વરૂપવાન યુવતીના ફોટાવાળી ફ્રેન્ડ રિક્વેસ્ટ આવે તો ચેતવું,વડોદરામાં યુવકને બ્લેકમેલ કર્યો 1 - image

image : freepik

વડોદરા,તા.8 ડિસેમ્બર 2023,શુક્રવાર

સોશિયલ મીડિયા પર સ્વરૂપવાન યુવતીના ફોટાવાળા એકાઉન્ટ પરથી ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલ્યા બાદ ચેટિંગ કરીને વિડીયો ઉતારી બ્લેક મેલિંગ કરવાના બનાવો વધી રહ્યા છે. વડોદરાના એક યુવક સાથે આ પ્રકારનો બનાવ બનતા આખરે તેણે સાયબર સેલની મદદ લીધી છે.

પોલીસના જણાવ્યા મુજબ એક યુવકને બ્યુટીફૂલ યુવતીના ફોટા વાળા એકાઉન્ટ પરથી ફ્રેન્ડ રિક્વેસ્ટ આવ્યા બાદ ચેટિંગ કરવામાં આવ્યું હતું. આ યુવકનો વિડીયો લઈ મોર્ફ કરેલી ન્યુડ ક્લિપ બનાવવામાં આવી હતી અને આ ક્લિપ બતાવી તેને બ્લેકમેલ કરવામાં આવતો હતો.

રૂપિયાની માંગણી કરી વીડિયો ક્લિપ વાયરલ કરવાની ધમકી મળતા યુવક ગભરાઈ ગયો હતો અને રૂ.5000 મોકલી આપ્યા હતા. ત્યાર પછી પણ રૂપિયાની સતત માંગણી ચાલુ રહેતા અને બ્લેકમેલિંગ કરાતાં આખરે યુવકે વડોદરા સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી છે.


Google NewsGoogle News