Get The App

એકબીજાનો હાથ પકડીને પાણીમાંથી નીકળતાં પગ લપસતા યુવાન લાપત્તા

તરવૈયાઓ દ્વારા શોધખોળ છતાં યુવાનનો પાણીમાં પત્તો ના લાગ્યો

Updated: Aug 3rd, 2024


Google NewsGoogle News
એકબીજાનો હાથ પકડીને પાણીમાંથી નીકળતાં પગ લપસતા યુવાન લાપત્તા 1 - image

પાવીજેતપુર, તા.૩ પાવીજેતપુર તાલુકાના બારાવાડના છલિયા ઉપર પાણીના પ્રવાહમાં એક યુવાન તણાઈ ગયો હતો. તેની શોધખોળ કરવા છતાં મોડી રાત્રિ સુધી મળ્યો નથી.

પ્રાપ્ત માહિતી મુજબ પાવીજેતપુર તાલુકાના બારાવાડના છલિયા ઉપર વરસાદના કારણ ે પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો હતો. આ પાર ઉપરથી પેલે પાર જવા માટે અન્ય કોઈ વિકલ્પ ન હોય જેના કારણે એકબીજાનો હાથ પકડીને આ છલિયા ઉપરથી લોકો પસાર થઈ રહ્યા હતા. ત્યારે ૪૨ વર્ષનો યુવાન મોહન પ્રવીણભાઈ તડવી (રહે. બરાવાડ )નો પગ લપસતા તે પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ ગયો હતો.

દરમિયાન સ્થળ પરના તરવૈયા એવા કેટલાક યુવાનો પાણીમાં પડી શોધખોળ કરી હતી પરંતુ મોહનનો પત્તો લાગ્યો ન હતો. 




Google NewsGoogle News