Get The App

સગીરાને ફોન કરી વાડામાં બોલાવી ૨૩ વર્ષના યુવાને દુષ્કર્મ ગુજાર્યું

દુષ્કર્મ ગુજારી ફરાર થઇ ગયેલા મેવલી ગામના શખ્સની શોધખોળ

Updated: Jan 15th, 2024


Google NewsGoogle News
સગીરાને ફોન કરી વાડામાં બોલાવી ૨૩ વર્ષના યુવાને દુષ્કર્મ ગુજાર્યું 1 - image

વડોદરા, તા.15 સાવલી તાલુકાના એક ગામમાં રહેતી સગીર કન્યાને મોબાઇલફોન કરીને રાત્રે ઘરની બહાર બોલાવ્યા બાદ ૨૩ વર્ષના યુવાને દુષ્કર્મ આચરતાં પોલીસ ફરિયાદ દાખલ થઇ છે.

આ અંગેની વિગત એવી છે કે સાવલી તાલુકાના એક ગામમાં રહેતી ૧૭ વર્ષની સગીરાને તા.૧૩ની રાત્રે મેવલી ગામમાં રહેતા દિલીપ રણજીતસિંહ ગોહિલે મોબાઇલ કર્યો હતો પરંતુ તે મિસ્ડ કોલ થઇ ગયો  હતો. મિસ્ડ કોલ જોઇને સગીરાએ દિલીપને ફોન  કર્યો હતો અને ઘરની પાછળના ભાગે વાડામાં મળવા માટે સગીરાને બોલાવી હતી. મોડી રાત્રે સગીરા વાડાની પાછળના ભાગે દિલીપને મળવા ગઇ ત્યારે દિલીપે સગીરાને જબરજસ્તી પકડીને દુષ્કર્મ આચર્યું હતું.

ઉપરોક્ત વિગતો અંગે સગીરાએ સાવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મ ગુજારી ફરાર થઇ ગયેલા દિલીપને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. પોલીસે જણાવ્યું હતું કે દિલીપ ૨૩ વર્ષનો અને અપરિણીત છે.




Google NewsGoogle News