Get The App

બે સંતાનના પિતાનું કારસ્તાન પત્નીને હોસ્પિટલમાં દાખલ કરી ૩૫ વર્ષનો યુવાન સગીરાને ભગાડી ગયો

નાસ્તો લઇને આવું છું તેમ કહી ૧૬ વર્ષની કન્યા સાથે ભાગેલા શખ્સની શોધખોળ

Updated: Nov 13th, 2024


Google NewsGoogle News
બે સંતાનના પિતાનું કારસ્તાન  પત્નીને હોસ્પિટલમાં દાખલ કરી ૩૫ વર્ષનો યુવાન સગીરાને ભગાડી ગયો 1 - image

વડોદરા, તા.13 ડેસર તાલુકામાં બે સંતાનનો ૩૫ વર્ષનો પિતા પત્નીને દવાખાનામાં દાખલ કરી ૧૬ વર્ષની કન્યાને લગ્નની લાલચ આપી ભગાડી જતાં પોલીસે બંનેની શોધખોળ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે ડેસર તાલુકાના ઉદલપુરનગરીમાં રહેતા સંતોષ ઇશ્વર પરમારને સંતાનમા ંબે બાળકો છે. પત્ની લક્ષ્મીને ખેંચની બીમારી હોવાથી સારવાર ચાલી રહી છે. દરમિયાન તા.૧૦ના રોજ સવારે લક્ષ્મીને ખેંચ આવતા સંતોષ ગામમાં જ રહેતી ૧૬ વર્ષની સગીરાને સાથે લઇ ત્રણે રિક્ષામાં બેસીને ટીંબા ગયા  હતા અને ત્યાંથી વધુ સારવાર માટે બાલાશિનોર દવાખાનામાં ગયા હતાં.

હોસ્પિટલમાં બોટલ ચડાવવાની પ્રક્રિયા દરમિયાન સંતોષની સાળી પણ ત્યાં આવી ગઇ હતી આ વખતે સંતોષ નાસ્તો લઇને હું આવું છું તેમ કહી સગીરા સાથે હોસ્પિટલમાંથી નીકળ્યા બાદ બંને પરત ફર્યા ન હતાં. લાંબો સમય સુધી સંતોષ અને સગીરા બંને નહી જણાતા શોધખોળ દરમિયાન સંતોષ સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી ગયો હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે સગીરાના પિતાએ સંતોષ પરમાર સામે પોલીસ ફરિયાદ આપતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.




Google NewsGoogle News