કંપનીના પ્રોજેક્ટ મેનેજરનો ભાયલીમાં એપાર્ટેમેન્ટના પાંચમા માળેથી નગ્નાવસ્થામાં કૂદી ે આપઘાત
એ ં યુવાનને કપડાં પહેરી લેવા માટે પત્ની અને પાડોશી સમજાવતા રહ્યા, તે દરમિયાન દોડીને ગેલેરીમાંથી ભૂસ્કો માર્યો
વડોદરા, તા.28 ભાયલીમાં નવરચના યુનિવર્સિટી પાસે શીલ્પન બ્લીસ નામના એપાર્ટેમેન્ટના પાંચમા માળેથી નગ્ન અવસ્થામાં કૂદીને ખાનગી કંપનીના પ્રોજેક્ટ મેનેજરે આપઘાત કરી લેતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે. પોલીસની પ્રાથમિક તપાસમાં નોકરીની ચિંતામાં આ પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું છે.
આ અંગેની વિગત એવી છે કે ભાયલીમાં શીલ્પન બ્લીસ નામના એપાર્ટેમેન્ટના પાંચમા માળે રહેતાં ૩૯ વર્ષના ગૌરવ સુરેન્દ્ર મહાજન (ગુપ્તા) મકરપુરા જીઆઇડીસીમાં આવેલી જનરલ ઇલેક્ટ્રિક કંપનીમાં પ્રોજેક્ટ મેનેજર તરીકે નોકરી કરતાં હતાં. ગઇકાલે બપોરે ત્રણ વાગે તેમણે નગ્ન અવસ્થામાં પાંચમા માળેથી નીચે ભૂસકો મારતાં ભોંયતળિયે પટકાતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો ભેગા થઇ ગયા હતાં. તાલુકા પોલીસને જાણ કરાતા પોલીસ પણ દોડી આવી હતી. આ બનાવ અંગે પોલીસે જણાવ્યું હતું કે મૂળ હિમાચલ પ્રદેશના સિમલાના વતની ગૌરવ મહાજન આઠ માસ પહેલાં થ્રી બીએચકેના ફ્લેટમાં ભાડેથી રહેવા પત્ની અને પુત્ર સાથે આવ્યા હતાં. ગઇકાલે બપોરે તેઓ નગ્ન અવસ્થામાં ઘરમાં હતા ત્યારે પત્ની તેમજ આજુબાજુના ફ્લેટમાં રહેતી કેટલીક વ્યક્તિઓ ગૌરવને કપડાં પહેરી લેવા માટે સમજાવતા હતા ત્યારે અચાનક દોડીને ગૌરવે પાંચમા માળેથી કૂદીને ભૂસકો માર્યો હતો.
પોલીસે મૃતકના પત્નીની પ્રાથમિક પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે નોકરી અને કામના કારણે ગૌરવ સતત ચિંતામાં રહેતા હતાં. પ્રોજેક્ટ મેનેજર તરીકે પ્રોબેશનનો સમય પણ લંબાવાયો હતો જેથી હવે નોકરી જતી રહેશે તેવી ચિંતા સતાવતી હતી.