Get The App

નર્મદા નદીમાં ત્રણ મિત્રો ડૂબ્યા બેનો બચાવ એક યુવકનું મોત

ઝઘડિયા તાલુકાના તરસાલી ગામના યુવાનની લાશ ત્રણ કલાકની જહેમત બાદ મળી

Updated: Apr 13th, 2024


Google NewsGoogle News
નર્મદા નદીમાં ત્રણ મિત્રો ડૂબ્યા બેનો બચાવ એક યુવકનું મોત 1 - image

કરજણ તા.૧૩ કરજણ તાલુકાના દેરોલી ગામ પાસેથી પસાર થતી નર્મદા નદીમાં નાહવા  પડેલા ત્રણ મિત્રો પાણીમાં ગરકાવ થતાં બે યુવકોનો આબાદ બચાવ થયો હતો જ્યારે ઝઘડિયા તાલુકાના તરસાલી ગામના એક યુવકનું  ડૂબી  જવાથી મોત નિપજ્યું હતું.

મળતી વિગતો મુજબ આજ રોજ સાંજના સુમારે ત્રણ યુવાન મિત્રો કરજણ તાલુકાના દેરોલી ગામ નજીકથી પસાર થતી નર્મદા નદીમાં નાહવા માટે પડયાં હતા. દરમિયાન નાહતા નાહતા ત્રણે મિત્રો નદીના ઊંડા પાણીમાં ગરકાવ થયા હતાં. આ ઘટનામાં બે યુવકોનો આબાદ બચાવ થયો હતો. જ્યારે એક યુવક ઊંડા પાણીમાં ડૂબી જતાં કરજણ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. 

જેને પગલે લાશ્કરો તેમજ પોલીસ ઘટના સ્થળે આવી નદીમાં ડૂબી જનાર યુવકની શોધખોળ આરંભી હતી. ત્રણ કલાકની ભારે જહેમત બાદ સ્થાનિક  તરવૈયા અને ફાયર બ્રિગેડ જવાનોના સંયુક્ત  પ્રયાસોથી રાત્રે આઠ વાગ્યાના અરસામાં ડૂબી જનાર યુવકની લાશ મળી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળે છે. સદર ઘટનાને પગલે લોકટોળાં ઉમટી પડયા હતાં. નર્મદા  નદીમાં ડૂબી  જનાર યુવક  ૨૩ વર્ષનો અભારા હુસેન મહમ્મદ મલેક (રહે. તરસાલી, તા.ઝઘડિયા) હોવાનું જાણવા મળ્યું છે. 




Google NewsGoogle News