વડોદરાના વાઘોડિયામાં નોકરી જતા યુવાનને ડમ્પરે 100 ફૂટ ઘસડ્યો : સ્થળ પર જ મોત

Updated: Sep 10th, 2024


Google NewsGoogle News
વડોદરાના વાઘોડિયામાં નોકરી જતા યુવાનને ડમ્પરે 100 ફૂટ ઘસડ્યો : સ્થળ પર જ મોત 1 - image


Vadodara Accident : વડોદરામાં વાઘોડિયા તાલુકાના તવરા ગામ પાસે પસાર થતી નર્મદા કેનાલ પાસે ડમ્પર ચાલકે બાઈકને અડફેટે લેતા બાઈક ચાલક ડમ્પરના વ્હિલ નીચે આવી જતા બાઈક સાથે 100 ફુટ જેટલો ઢસડતા બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.

વાઘોડીયા તાલુકાના દાંડિયાપૂરા ગામે રહેતાં અશ્વિન ચતુરભાઈ વસાવા ઉ.33નું દોઢ વર્ષ અગાઉ વેજલપુર ખાતે લગ્ન થયું હતું. સંતાનમાં છ મહિનાનો એક દીકરો છે. યુવક ઘરેથી નોકરી જવા નીકળ્યો હતો ત્યારે વાઘોડીયા-ખેરવાડી રોડ પર તવરા ગામ પાસેની કેનાલ પરથી રોડ પર આવતા એક ડમ્પર ચાલકે બાઈકને અડફેટે લેતાં બાઈક સાથે યુવક ડમ્પર નીચે આવી જતાં 100 ફુટ જેટલો ઢસડાયો હતો. અકસ્માતને લઈને આ યુવકને ગંભીર ઇજાઓ થતાં ઘટનાસ્થળે જ તેનું મોત નિપજ્યું હતું. અક્સ્માત બાદ ડમ્પર ચાલક ધટનાસ્થળેથી ડમ્પર મુકી ભાગી ગયો હતો. આ અકસ્માતની જાણ વાઘોડીયા પોલીસને થતા પોલીસે સ્થળ પર પહોચી લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આગળની કાયદેસરની કાર્યવાહી કરી વઘુ તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો : વડોદરામાં કોંક્રિટ ભરીને જતી ટ્રકે બાળકીને સ્કૂલે મૂકવા જતી માતાને અડફેટે લીધી, એકનું મોત


Google NewsGoogle News