પત્ની સાથે ઝઘડા બાદ ઘેરથી નીકળેલા યુવાનનું અકસ્માતમાં મોત

ખટંબા પાસે બાઇક સ્લીપ થતાં અકસ્માત ઃ બેભાન અવસ્થામાં જ યુવાન મૃત્યુ પામ્યો

Updated: Jul 23rd, 2024


Google NewsGoogle News
પત્ની સાથે ઝઘડા બાદ ઘેરથી નીકળેલા યુવાનનું અકસ્માતમાં મોત 1 - image

વડોદરા, તા.23 વાઘોડિયા તાલુકાના જૂના રામપુરા ગામમાં રહેતો યુવાન પત્ની સાથે બોલાચાલી થતા ઘરમાંથી નીકળી ગયા બાદ બાઇક રોડ પર સ્લીપ થઇ જતાં તેને માથામાં ગંભીર ઇજા થવાથી કરૃણ મોત નિપજ્યું હતું.

આ અંગેની વિગત એવી છે કે જૂના રામપુરા ગામમાં રહેતો સતિષ રાજેન્દ્ર વસાવા (ઉ.વ.૨૪)નો તા.૨૦ના રોજ રાત્રે પત્ની સોનલ સાથે ઝઘડો થયો  હતો. પતિ અને પત્ની વચ્ચે ઝઘડા બાદ સતિષ ઘરમાંથી નીકળી ગયો હતો અને બાઇક લઇને વડોદરા તરફ જતી વખતે રાત્રે ખટંબા ગામ પાસે બાઇક અચાનક સ્લીપ થઇ જતાં તેને માથામાં ગંભીર ઇજા થઇ હતી.

ઇજાગ્રસ્ત સતિષને લીમડા ખાતેની હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયો  હતો જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન બેભાન અવસ્થામાં જ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પિતરાઇભાઇ અજય વસાવાએ વરણામા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




Google NewsGoogle News