પત્નીના પ્રેમીના જીવલેણ હુમલામાં ઘાયલ પતિનું હોસ્પિટલમાં મોત

સિસોદીયાપુરાના યુવાન સામે પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો

Updated: Dec 22nd, 2023


Google NewsGoogle News
પત્નીના પ્રેમીના જીવલેણ હુમલામાં ઘાયલ પતિનું હોસ્પિટલમાં મોત 1 - image

સાવલી તા.૨૨ સાવલી તાલુકાના કુનપાડ ગામની સીમમાં પત્ની સાથે અનૈતિક સબંધો મુદ્દે ઝઘડો થયા બાદ પત્નીના પ્રેમીએ કરેલા જીવલેણ હુમલામાં ઘાયલ પતિનું હોસ્પિટલમાં મોત થતાં પોલીસે પ્રેમી વિરુધ્ધ હત્યાનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી  હતી.

કુનપાડ ગામમાં રહેતા પુંજીબેન રાવજીભાઈ પરમારે મંજુસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યું હતું કે તા.૧૯ની સાંજે તેના  પુત્ર   મહેશનો તેની પત્નીના સિસોદિયાપુરા ગામના યુવક પરેશ સોલંકી  સાથે પ્રેમ સબંધ મુદ્દે ઝઘડો થયો હતો. આ વખતે ઉશ્કેરાઇને પરેશ સોલંકીએ લોખંડની પાઈપથી હુમલો કરીને મહેશને ગંભીર ઇજાગ્રસ્ત કર્યો હતો.

પત્નીના પ્રેમીના હુમલામાં ઇજા પામેલ મહેશને વડોદરામાં સારવાર માટે દાખલ કરતા તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. મંજુસર પોલીસે આરોપી પરેશ હિંમત સોલંકી (રહે.સિસોદિયાપુરા) વિરૃધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.




Google NewsGoogle News