ભરૃચમાં ઘરનું બારણું ખોલાવી શખ્સ યુવાનને કેરોસીન છાંટી સળગાવીને ફરાર

આખા શરીરે સળગતી હાલતમાં યુવાન ચાલીમાં દોડતાં લોકોએ આગ બુઝાવી ઃ અજાણ્યા શખ્સની પોલીસ દ્વારા તપાસ

Updated: Mar 19th, 2024


Google NewsGoogle News
ભરૃચમાં ઘરનું બારણું ખોલાવી શખ્સ યુવાનને કેરોસીન છાંટી સળગાવીને ફરાર 1 - image

ભરૃચ તા.૧૮ ભરૃચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ જૂની વાડી વિસ્તારમાં અજાણ્યા વ્યક્તિએ એક ઘરનો દરવાજો ખખડાવી ઘરમાં રહેલા યુવકે દરવાજો ખોલતા જ અજાણ્યા વ્યક્તિએ તેની ઉપર કેરોસીનના પાઉચ નાખી તેને જીવતો સળગાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. આગની લપેટમાં આવેલો યુવક જીવ બચાવવા સળગેલી હાલતમાં બહાર દોડતાં લોકોએ તેને બચાવી હોસ્પિટલમાં ખસેડયો છે જ્યારે બચાવવા પડેલ તેનો ભાઈ પણ દાઝી ગયો હતો.

ભરૃચના જૂની વાડી વસંત મિલની ચાલ વિસ્તારમાં રહેતો કિશન કાલુભાઈ વસાવા તેના ઘરે હાજર હતો ત્યારે બપોરના ચાર વાગ્યાના અરસામાં કોઈ અજાણ્યા વ્યક્તિએ ઘરનો દરવાજો ખખડાવ્યો હતો. કિશન વસાવાએ ઘરનો દરવાજો ખોલતા જ ઘરની બહારથી અજાણ્યા શખ્સે કિશન વસાવા ઉપર કેરોસીનના પાઉચ નાખી તેની પાસે રહેલો દીવો છુટો મારી તેને જીવતો સળગાવ્યો હતો. આગની લપેટમાં આવી ગયેલો કિશન બૂમાબૂમ કરી ઘરની બહાર દોડયો હતો અને આગને બૂઝાવવા માટે તેનો ભાઈ પણ દોડયો હતો સાથે વિસ્તારના લોકોએ પણ કિશન વસાવાની આગ બૂઝાવી હતી.

ગંભીર રીતે દાઝેલા કિશનને સારવાર માટે ભરૃચની ખાનગી હોસ્પિટલમાં ખસેડયો હતો. આ બનાવની જાણ થતાં પોલીસ હોસ્પિટલ દોડી ગઇ હતી અને હોસ્પિટલમાં સારવાર લેતા કિશનના ભાઇની પ્રાથમિક પૂછપરછ હાથ ધરી હતી. કિશન પર કોણે અને ક્યાં કારણોસર કેરોસીન નાંખી તેને સળગાવવાનો પ્રયત્ન કર્યો હતો તે દિશામાં પોલીસે પણ તપાસ શરૃ કરી છે.




Google NewsGoogle News