ચોરીના એક ડઝન મોબાઇલ સાથે હાથીખાનાના શખ્સની ધરપકડ

શહેર અને જિલ્લામાંથી મોબાઇલોની ઉઠાંતરી કરી હતી ઃ બે સાગરીતો ફરાર

Updated: Apr 9th, 2024


Google NewsGoogle News
ચોરીના એક ડઝન મોબાઇલ સાથે હાથીખાનાના શખ્સની ધરપકડ 1 - image

વડોદરા, તા.9 વડોદરા શહેર તેમજ જિલ્લામાં વિવિધ સ્થળોએથી મોબાઇલ ફોનની ઉઠાંતરી કરનાર હાથીખાના વિસ્તારના રીઢા મોબાઇલચોરને એક ડઝન ચોરીના મોબાઇલ સાથે પોલીસે ઝડપી પાડયો હતો જ્યારે તેના બે સાગરીતોની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે મોબાઇલફોનની ચોરી અંગે શહેર તેમજ જિલ્લાના પોલીસ સ્ટેશનોમાં ફરિયાદો આવી હતી. આ મોબાઇલને શોધવા માટે પોર્ટલ પર વોચ રાખવામાં આવતી હતી. દરમિયાન ચોરીનો એક મોબાઇલ ચાલુ થતાં જ જિલ્લા પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઇ હતી. તાલુકા પોલીસને બાતમી મળી હતી કે ચોરીના મોબાઇલમાં સહેબાજ મુશીરખાન પઠાણ (રહે.ડાયાબાપુી ચાલી, ઇન્દિરાનગર, હાથીખાના, વડોદરા)નું સીમકાર્ડ એક્ટિવ થયા બાદ તે ચોરીના મોબાઇલ વેચવા માટે વાસણા-ભાયલીરોડ પર  ફરે છે.

દરમિયાન ભાયલી ગેટ પાસે આવેલી મોબાઇલની દુકાનમાં મોટી સંખ્યામાં મોબાઇલ લઇને સહેબાજ પઠાણ ત્યાં પહોંચતાં જ પોલીસે તેને પકડી તેની પાસેના એક ડઝન મોબાઇલ અંગે આધાર-પુરાવા માંગતા મળ્યા ન હતાં જેથી તેની ચોરીના એક ડઝન મોબાઇલ સાથે અટકાયત કરી પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે તેના અન્ય બે સાથીઓની મદદથી શહેર તેમજ જિલ્લામાં વિવિધ સ્થળોએથી મોબાઇલની ચોરી કરી હતી.




Google NewsGoogle News