ગરબા રમીને ઘેર જતા યુવાન અને તેના ભાઇને ઘેરીને હુમલો

રોડ પર આડેધડ વાહન ચલાવતા શખ્સોને ટોકતાં પીછો કરી જાહેરમાં માર માર્યો

Updated: Oct 25th, 2023


Google NewsGoogle News
ગરબા રમીને ઘેર જતા યુવાન અને તેના ભાઇને ઘેરીને હુમલો 1 - image

વડોદરા, તા.25 ગરબા જોઇને પરત ફરતી વખતે રોડ પર આડેધડ ચલાવતા વાહનના કારણે થયેલા ઝઘડા બાદ સ્કૂટરચાલક અને તેના ભાઇને મહાવીર ચાર રસ્તા પાસે રોકી ચાર શખ્સોએ ઘેરીને માર માર્યો હતો.

આજવારોડ પરની ગોવિંદરાવપાર્ક સોસાયટીમાં રહેતા હેત પિયુષ શાહે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તા.૨૩ની રાત્રે હું મારા પિતરાઇભાઇ સાથે એક્ટિવા પર એલવીપીમાં ગરબા રમવા માટે ગયો હતો. રાત્રે ગરબા પૂર્ણ થયા બાદ હું અને મારો ભાઇ બંને ઘેર જવા માટે પરત જતા હતાં. રાત્ર અઢી વાગ્યાની આસપાસ જૂના પાણીગેટ પોલીસ સ્ટેશનથી આગળ જતી વખતે આગળ બે મોપેડ જેના પર ડબલસવારી હતી તેઓ રોડ પર મોપેડો વાંકાચૂકા ચલાવતા હતા અને કોઇને આગળ જવા દેતા ન  હતાં.

દરમિયાન મેં થોડો આગળ જઇને તેમને વાહનો જોઇને ચલાવવાનું કહ્યું હતું પરંતુ બંને મોપેડના યુવાનો ઉશ્કેરાતા હું મારી એક્ટિવા ફાસ્ટ ચલાવીને મહાવીર ચાર રસ્તા પાસે આવ્યો હતો ત્યારે બંને મોપેડ પરના ચારેય શખ્સોએ આવીને તું ગાળો કેમ બોલતો  હતો તેમ કહી ઝઘડો કર્યો હતો અને મને તેમજ મારા ભાઇને ઘેરીને માર માર્યો હતો જો કે લોકો ભેગા થઇ જતાં ચારેય યુવાનો ફરાર થઇ ગયા હતાં.




Google NewsGoogle News