તું સાજીદને છોડીને જતી રહે.. નહીંતર તારે જાનથી હાથ ધોવા પડશે..! પૂર્વ પત્નીની ધમકી

Updated: Jan 9th, 2024


Google NewsGoogle News
તું સાજીદને છોડીને જતી રહે.. નહીંતર તારે જાનથી હાથ ધોવા પડશે..! પૂર્વ પત્નીની ધમકી 1 - image

વડોદરા,તા.9 જાન્યુઆરી 2024,મંગળવાર

વડોદરાના પ્રતાપગંજમાં પતિ સાથે રહેતી પત્નીને પૂર્વ પત્ની સહિત પાંચ જણાએ તું સાજીદ ને છોડીને જતી રહે નહિતર તારે જાન થી હાથ ધોવા પડશે તેવી ધમકી આપી હતી. ત્યારબાદ સાજીદ પણ તરછોડીને જતો રહેતા પત્નીએ કોર્ટમાં ખાધા ખોરાકીનો કેસ મુક્યો છે. સયાજીગંજ પોલીસે મહિલાની ફરિયાદના આધારે ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

શહેરના સયાજીગંજ વિસ્તારમાં પ્રતાપગંજ લકુલેશ એપાર્ટમેન્ટમાં રહેતા હીના સાજીદ જીકર તેલીએ ફરીયાદ નોંધાવી છે કે મારા પહેલા લગ્ન 2008મા પ્રીન્સ પાડુરંગ લોખંડે સાથે થયા હતા. બાદમાં તેની સાથે મનભેદ થતા મેં તેની સાથે 2019માં છુટાછેડા લઈ લીધા હતા. ત્યારબાદ મારે નોકરીની જરૂર હોય હુ નોકરી શોધતી હતી અને મને જાણવા મળ્યું હતું કે, રાવપુરા ઉષા કીરણ બીલ્ડીંગમાં ઓફીસ ધરાવતા સાજીદ જીક્કર તેલીને ઓફીસમા સ્ટાફની જરૂર છે. જેથી હું ત્યા જઇને નોકરી બાબતની વાતચીત કરતા તેઓએ મને નોકરી ઉપર રાખી હતી. જે વખતે તેનો પરીચય થયો હતો. બાદ અમારા બન્ને વચ્ચે મનમેળ થતા અમો બન્ને વચ્ચે લગ્ન કરવાનુ નક્કી કર્યું હતું. આ સાજીદના અગાઉ લગ્ન થયા હોય અને તેને પત્ની તથા બાળકો અલગથી ઓમ ચેમ્બર રાવપુરા ખાતે રહે છે. બાદ મને આ સાજીદભાઇ બોરીયાદ ગામ તા.જી. છોટાઉદેપુર ખાતે લઇ ગયો હતી. ત્યા અમો બન્ને એ રાજીખુશીથી નીકાહ કરેલા હતા. બન્ને લગ્ન જીવનથી બંધાયેલા અને તેણે મને લવકુશ એપાર્ટમેન્ટ પ્રતાપગંજ સયાજીગંજ ખાતે રહેવા માટે તેનુ મકાન આપ્યું હતું. તેમા અમારા બન્ને સાથે દીકરો પણ રહેવા લાગ્યો હતો.

તે દરમ્યાન તેની પત્ની શબાના તથા તેનો દીકરો અદનાન તથા તેની દીકરી મસીરા તથા મારી નણંદ સાજીસ્તા મારા મકાને આવી મને કહેતા કે, તું આ સાજીદને મુકીને જતી રહે નહીતર તારે જાનથી હાથ ધોવા પડશે. ઉપરાંત મારી નાખવાની ધમકી આપી તથા ગાળો આપતા હતા. તેઓએ કહ્યું હતું કે આ મકાન ખાલી કરીને જતી રહે અને આ મકાનનો મારા નામે દસ્તાવેજ કરી નાખ્યો છે. આ ઝઘડા બાબતે સાજીદને હુ વાત કરતા થોડા સમયમાં બધુ સરખુ થઇ જશે તેવુ આશ્વાસન આપ્યો હતો. ત્યાર પછી થોડા સમય જતા આ સાજીદ પણ મને છોડીને જતો રહ્યો હતો. હુ એકલી આ મકાનમા રહુ છુ જેથી સને 2023માં ખાધા ખોરાકીનો કેસ કોર્ટમા શરૂ છે.


Google NewsGoogle News