Get The App

સયાજી હોસ્પિટલના ઈમરજન્સી વિભાગમાં એક્સ-રે મશીન ૧૦ દિવસથી બંધ

દર્દીઓને એક્સ-રે પડાવવા માટે ૨૪ નંબરના ઓ.પી.ડી. વિભાગમાં જવું પડે છે

Updated: Oct 21st, 2024


Google NewsGoogle News
સયાજી હોસ્પિટલના   ઈમરજન્સી વિભાગમાં એક્સ-રે મશીન ૧૦ દિવસથી બંધ 1 - image

વડોદરા, સયાજી હોસ્પિટલના  ઈમરજન્સી વિભાગમાં છેલ્લા ૧૦ દિવસમાં એક્સ-રે મશીન ખરાબ થઈ જતા  દર્દીઓને એક્સ-રે પડાવવા માટે અન્ય સ્થળે એટલે કે, ૨૪ નંબરની ઓપીડીમાં જવાનો વારો આવી રહ્યો છે.

એસ.એસ.જી. હોસ્પિટલમાં ૨૯ વર્ષ  અગાઉ એક્સ-રે મશીન હોસ્પિટલમાં લાવવામાં આવ્યું હતું. આટલા વર્ષમાં ઘણીવાર આ એક્સ-રે મશીન બગડયું અને રિપેર થયું હતું. પરંતુ, હવે સ્પેર પાર્ટ્સ મળતા નહીં હોવાથી તેેને  રિપેર કરી શકાતું નથી.  ૧૦ દિવસથી  મશીન  બગડી જતા બંધ હાલતમાં ં છે. સયાજી હોસ્પિટલના તાત્કાલિક વિભાગમાં આ એક્સ-રે મશીન પર રોજ  ૫૦૦થી વધુ દર્દીઓના  એક્સ-રે પાડવામાં આવતા હતા. પરંતુ, આ મશીન બંધ પડી જતા તાત્કાલિક સારવાર વિભાગમાં આવતા  દર્દીઓને એક્સ-રે પડાવવા માટે  ૨૪ નંબરના ઓ.પી.ડી.  વિભાગમાં જવું પડે છે. ત્યાં  દર્દીઓની લાંબી લાઈન હોવાથી કલાકો સુધી રાહ જોવી પડે છે. 


Google NewsGoogle News