વડોદરામાં માંજલપુર MGVCLની ઓફિસે સ્માર્ટ વીજ મિટરને લઇ મહિલાઓનો વિરોધ : આત્મવિલોપનની ચીમકી
Smart Meter Controversy Vadodara : સ્માર્ટ વીજ મિટરને લઇ અનેક લોકો સખત વિરોધ કરી રહ્યા છે. ત્યારે માંજલપુર MGVCL ની ઓફિસે મહિલાઓ એ સ્માર્ટ વીજ મીટર લઇને વિરોધ કર્યો હતો. મહિલાઓ એ કહ્યુ અમારા જુના મિટર પાછા આપો અને નવા મિટર કાઢી નાખો તેવી માંગ કરી હતી. સાથે સાથે આત્મવિલોપનની ચીમકી પણ આપી હતી.
વડોદરા શહેરમાં ઠેર ઠેર જગ્યાએ સ્માર્ટ વીજ મીટરને લઇ વિરોધ થતો જોવા મળ્યો હતો.ત્યારે આજે વધુ માંજલપુર MGVCL ઓફિસે મહિલાઓ સખત વિરોધ કર્યો છે.માંજલપુર કોતર તલાવડી પાસે આવેલ તુલજાનગર ની મહિલાઓ એ જણાવ્યુ કે MGVCL ના અધિકારીઓ અમને પૂછ્યા વગર મીટર બદલી જાય છે.જ્યારે રજૂઆત કરવા જઇએ ત્યારે અધિકારીઓ એવુ કહે કે મેન સ્વીચ બંધ કરી દો લાઇટ બિલ નહી આવે તેવા આક્ષેપ મહિલાઓ કરી રહી છે.માંજલપુર તુલજાનગરની મહિલાઓ એ કહ્યુ કે અમને સ્માર્ટ મીટર નથી જોયતા અમને અમારા જુના મીટર પાછા આપો.તેવી માંગ કરી છે.સાથે સાથે અધિકારીઓ એસીમાં બેસીને મજા કરે છે. અમારી વાત સાંભળવા કોઈ તૈયાર નથી તો રજૂઆત કરવી કોને જો આવનાર થોડા દિવસમાં સ્માર્ટ વીજ મીટર નહી હટાવે તો આત્મ વિલોપન ચિમકી પણ આપી છે.