વાઘજીપૂરના મહિલા સરપંચ લાંચ લેતા રંગેહાથે ઝડપાયા
સરકારી યોજનાના બિલમાં સહી કરવા માટે ૨૫ હજાર માંગ્યા હતા
ગોધરા, શહેરાશહેરા તાલુકાના મહિલા સરપંચ એસીબી અધિકારીઓના હાથે લાંચ લેતા રંગેહાથે ઝડપાઇ ગયા છે.
મળતી માહિતી મુજબ શહેરા તાલુકાના વાઘજીપૂરના મહિલા સરપંચ સવિતાબેન બાબુભાઇ બારિયાએ સરકારી યોજનામાં બિલના ચેકમાં સહી કરવા માટે ૨૫ હજાર રૃપિયાની લાંચ માંગી હતી. પરંતુ, ફરિયાદી લાંચ આપવા માંગતા નહીં હોવાથી તેમણે એ.સી.બી.માં ફરિયાદ કરી હતી. આજે એ.સી.બી.ના અધિકારીઓએ છટકું ગોઠવી વાઘજીપૂરના મહિલા સરપંચ સવિતાબેન બાબુભાઇ બારીયાને રૃપિયા લેતા તેમના ઘરે ગોધરામાં જ રંગેહાથે ઝડપી પડયા હતા.