તરસાલીના યુવક સાથે 9 લાખની ઠગાઇના કેસમાં ઠગોનું બેન્ક એકાઉન્ટ ખોલનાર મહિલા કર્મીની ધરપકડ
વડોદરાઃ શેરબજારમાં ઇન્વેસ્ટમેન્ટના નામે તરસાલીના યુવક સાથે રૃ.૯.૨૪ લાખની ઠગાઇના કેસમાં સાયબર સેલે બેન્ક એકાઉન્ટ ખોલી આપવામાં મદદરૃપ થયેલી ખાનગી બેન્કની મહિલા કર્મીની ધરપકડ કરી છે.
તરસાલીના પ્રશાંત માથને નામના યુવકે શેરબજારની એડવર્ટાઇઝ પર ક્લિક કરતાં તેને વોટ્સએપ ગુ્રપમાં જોઇન કરવામાં આવ્યો હતો.ત્યારબાદ તેને ઇન્વેસ્ટમેન્ટની સ્કીમોમાં ફસાવી રૃ.૧૦.૬૭ લાખ ટ્રાન્સફર કરાવી લીધા હતા.જ્યારે તેની સામે ઠગોએ પ્રોફિટના નામે રૃ.૧.૪૩લાખ ટ્રાન્સફર કર્યા હતા.
આ બનાવની ફરિયાદ નોંધાતા સાયબર સેલે ઠગાઇ માટેના આર આર એન્ટરપ્રાઇઝના નામે ઇન્ડઇન્ડ બેન્કમાં એકાઉન્ટ ખોલવા માટે તજવીજ કરનાર અહેમદ રઝા અને અબ્દુલ શેખ(બંને રહે.વાડી વિસ્તાર)ની ધરપકડ કરી હતી.જ્યારે તેમને બેન્ક એકાઉન્ટ ખોલવામાં મદદરૃપ થયેલી ખૂશ્બુ મિશ્રાની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતાં તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવી છે.આ એકાઉન્ટ ખોલવામાં મહિલાને કમિશન પણ મળ્યું હોવાનું પોલીસને જાણવા મળ્યું છે.જો કે મહિલાએ માત્ર ટાર્ગેટ પુરો કરવાના આશયથી બે્ન્ક ખાતું ખો્લ્યું હોવાનો બચાવ કર્યો હતો.