Get The App

ગોરવા વિસ્તારમાં મકાનના હક્ક માટે તકરાર,મહિલા અને બાળકોને પુરી દીધાઃપથ્થરો માર્યા

Updated: Nov 1st, 2023


Google NewsGoogle News
ગોરવા વિસ્તારમાં મકાનના હક્ક માટે તકરાર,મહિલા અને બાળકોને પુરી દીધાઃપથ્થરો માર્યા 1 - image

વડોદરાઃ ગોરવા વિસ્તારમાં મકાનના હક્ક માટે તકરાર થતાં એક મહિલા અને તેના બાળકોને મકાનમાં પુરી દેવામાં આવ્યા હોવાની ફરિયાદ ગોરવા પોલીસ સ્ટેશને નોંધાઇ છે.

મધુનગર નજીક ફાતિમા રેસિડેન્સીમાં રહેતા પરવીનબેન પઠાણે પોલીસને કહ્યું છે કે,ગઇ તા.૨૯મી ઓક્ટોબરે હું મારા બાળકોને લઇ ફાતિમા રેસિડેન્સીના નવા મકાનમાં રહેવા આવી હતી.તા.૩૧મીએ સાયરાબાનુ સુલતાન,અરબાજ અને અન્ય પાંચ જણા આવ્યા હતા.

સાયરાબાનુએ આ મકાનના હપ્તા માટે મેં પણ રૃપિયા આપ્યા છે અને મારો પણ હક્ક  છે,જેની નોટરી મારી પાસે છે તેમ કહેતાં મેં તેમને મારા પતિ સાથે વાત કરી લેજો તેમ કહ્યું હતું.આ વખતે બે જણાએ મારા મકાનના દરવાજાને પાછળથી બંધ કરી દીધો હતો અને સાતેય જણાએ મારી સાતે ઝઘડો કરી પથ્થરો મારતાં બારીનો કાચ તૂટયો હતો.મને તું આ ઘરમાં કેવી રીતે રહે છે તે જોઇ લેશું,તને છોડીશું નહિં તેવી ધમકી આપી હતી.જેથી ગોરવા પોલીસે રાયોટિંગનો ગુનો નોંધ્યો છે.


Google NewsGoogle News