Get The App

દાદર-જોધપુર એક્સપ્રેસ ટ્રેનમાંથી મહિલાના રૂ.1.53 લાખની મતા ભરેલા પર્સની ચોરી

Updated: Aug 31st, 2024


Google NewsGoogle News
દાદર-જોધપુર એક્સપ્રેસ ટ્રેનમાંથી મહિલાના રૂ.1.53 લાખની મતા ભરેલા પર્સની ચોરી 1 - image

image : Freepik

 Vadodara Theft Case : દાદર જોધપુર એક્સપ્રેસ ટ્રેનમાં રિઝર્વેશન કોચમાં પરિવાર ઊંઘી ગયો હતો. તે દરમિયાન કોઈ ગઠિયો વેપારીની પત્નીના સોનાના દાગીના, રોકડ રકમ,મોબાઈલ મળી રુ.1.53 લાખની મત્તા તથા એટીએમ કાર્ડ પાનકાર્ડ ભરેલા પર્સની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. વેપારીએ વડોદરા રેલવે પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે.

મહારાષ્ટ્રના કોલાપુર જિલ્લામાં રહેતા જબરસીંગ મંગલાજી  પુરોહીત (ઉ.વ.59) ગત 17 જુલાઈ ના રોજ દાદર રેલ્વે સ્ટેવાનથી  દાદર જોધપુર એક્સપ્રેસ ટ્રેનના રીઝર્વેશન કોચમાં પત્ની અને મારી પુત્રી સાથે દાદરથી સમદડી જવા માટે મુસાફરી કરતા હતા. તે દરમ્યાન અમારી શીટ ઉપર સુઇ ગયા હતા. દરમિયાન કોઈ ગઠિયો તેમની પત્નીનું લેડીઝ પર્સ ચોરી કરી લઈ ગયો હતો. વડોદરા રેલ્વે સ્ટેશન પસાર થતા તરત જ તેઓ ઉંઘમાથી જાગ્યા હતા ત્યારે તેમની પત્ની ગુણીદવી જબરસીંગ પુરોહીતની બાજુમાં રાખેલું લેડીઝ પરસે જણાઈ આવ્યું ન હતું. જેથી તેઓએ આજુબાજુમા તપાસ કરવા છતાં પર્સ મળી આવ્યું ન હતું. જેથી કોઈ ગઠિયો તેમની ઊંઘનો લાભ લઈને સોના ચાંદીના દાગીના, મોબાઈલ રોકડ રકમ મળી 1.53લાખની મત્તા,  ATM તથા પાન કાર્ડ ની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. જેથી વેપારી વડોદરા રેલવે પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી.


Google NewsGoogle News