Get The App

તાંદલજામાં એમ.ડી. ડ્રગ્સ વેચતી મહિલા ઝડપાઇ

૨.૯૧ લાખની કિંમતનું ડ્રગ્સ કબજે : સપ્લાયરની શોધખોળ

Updated: Jan 21st, 2024


Google NewsGoogle News
તાંદલજામાં એમ.ડી. ડ્રગ્સ વેચતી મહિલા ઝડપાઇ 1 - image

 વડોદરા,તાંદલજામાં પ્રતિબંધિત એમ.ડી.ડ્રગ્સનું વેચાણ કરતી મહિલાને એસ.ઓ.જી.ની ટીમે ઝડપી પાડી ૨.૯૧ લાખની કિંમતનો જથ્થો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

એસ.ઓ.જી.ની ટીમને માહિતી મળી હતી કે, તાંદલજા બી.આર.જી. સ્પોર્ટ્સ એકેડેમી પીસે અસ સફા એપાર્ટમેન્ટમાં રહેતી નિલોફર મુન્નાભાઇ સુલમાની પોતાના ઘરે એમ.ડી.ડ્રગ્સનો જથ્થો સંતાડી રાખી પડીકીઓ બનાવી વેચાણ કરે છે. જેથી, પોલીસની ટીમે પંચોને સાથે રાખી ઉપરોક્ત સ્થળે રેડ પાડી નિલોફરને ૨૯.૧૩ મિલી ગ્રામ એમ.ડી.ડ્રગ્સ કિંમત રૃપિયા ૨.૯૧ લાખના જથ્થા સાથે ઝડપી પાડી હતી. નિલોફર સામે જે.પી.રોડ  પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.જેની વધુ તપાસ વાડી  પોલીસને સોંપવામાં આવી છે. જ્યારે નિલોફરને એમ.ડી.ડ્રગ્સનો જથ્થો પહોંચાડનાર મુંબઇના  શખ્સની શોધખોળ હાથ ધરી છે.


Google NewsGoogle News