Get The App

પતંગની દોરીના કારણે સ્કૂટર સવાર મહિલાને ઇજા

ટેરેસ પર પતંગ ઉડાડતો બાળક નીચે પડતા બેભાન

Updated: Jan 5th, 2024


Google NewsGoogle News
પતંગની દોરીના કારણે સ્કૂટર સવાર મહિલાને ઇજા 1 - image

 વડોદરા,અકોડા દાંડિયા બજાર બ્રિજ પરથી સ્કૂટર લઇને પસાર થતી મહિલાના ગળામાં પતંગની દોરી ભરાઇ જતા ઇજા થતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી.

આજવા રોડ પર રહેતો ૧૦ વર્ષનો બાળક ગઇકાલે ટેરેસ પર પતંગ ઉડાવતો હતો. તે દરમિયાન ટેરેસ પરથી નીચે પડી જતા માથાના પાછળના ભાગે ગંભીર ઇજા થતા બેભાન થઇ ગયો હતો. તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

જ્યારે અન્ય એક બનાવમાં  હાથીખાના મનસુરી કબ્રસ્તાન પાસે રહેતા અફસાનાબાનુ અનવર સિન્ધી ( ઉ.વ.૪૦) ગઇકાલે સાંજે સ્કૂટર પર બેસીને અકોટા દાંડિયા બજાર બ્રિજ પરથી  પસાર થતા હતા. તે સમયે પતંગની દોરી ગળાના જમણા ભાગે આવી જતા ઇજા થઇ હતી. તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.


Google NewsGoogle News