વડોદરામાં આડાસંબંધની શંકા રાખી મહિલા પી.આર.ઓ.નું કારમાં અપહરણ

Updated: Feb 23rd, 2024


Google NewsGoogle News
વડોદરામાં આડાસંબંધની શંકા રાખી મહિલા પી.આર.ઓ.નું કારમાં અપહરણ 1 - image


- નવી બંધાતી સાઇટ પર મહિલાને લઇ જઇ આબરૂ લેવાના ઇરાદે માર માર્યો

વડોદરા,તા.23 ફેબ્રુઆરી 2024,શુક્રવાર

આડાસંબંધની શંકા રાખી કેટરિંગનું અને પી.આર.ઓ.નું કામ કરતી મહિલાનું કારમાં અપહરણ કરી આરોપીઓ આબરૂ લેવાના ઇરાદે નવી બંધાતી સાઇટ પર લઇ ગયા હતા. ત્યાં જઇ આરોપીઓએ મહિલાને હોકી અને લાકડી વડે માર માર્યો હતો. જે અંગે માંજલપુર પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

વડોદરાના માંજલપુર વિસ્તારમાં રહેતી મહિલાએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, હું પી.આર.ઓ. સર્વિસનું કામ કરૂ છું. અમને રાતે મોડું થઇ જતું હોવાથી અમને લેવા માટે રમેશભાઇ જયાનંદભાઇ ખ્રિસ્તી તેઓની કાર લઇને આવે છે. ગત તા.19 મી એ સાંજે છ વાગ્યે હું કેટરિંગનું કામ કરવા માટે રેસ્ટોરન્ટમાં ગઇ હતી. રાતે પોણા બાર વાગ્યે રમેશભાઇની કારમાં હું તથા અમારી સાથે કામ કરતી અન્ય બે મહિલાઓ જી.આઇ.ડી.સી. શાક માર્કેટમાં જવા નીકળ્યા હતા. બાર વાગ્યે તુલસીધામ ચાર રસ્તા અને સરસ્વતી ચાર રસ્તા વચ્ચે સફેદ કલરની એક કારના ચાલકે અમારી કાર આંતરીને ઉભી રખાવી હતી. સફેદ કલરની કારમાંથી ક્રિષ્ટિના, પંથ તથા કૈલાસ ઉતર્યા હતા. ક્રિષ્ટિના મને કહેવા લાગી હતી કે, તારે મારા પપ્પા સાથે આડાસંબંધ છે. તે મને મારવા લાગી હતી. તે દરમિયાન રોનાલ્ડ, યોગેશ તથા ચિરાગ આવી ગયા હતા. તેઓ મને કારમાં બેસાડી જાંબુવા નજીક બંધાતી નવી સાઇટ પર લઇ ગયા હતા. ત્યાં બધાએ ભેગા મળીને મારી આબરૃ લેવાના ઇરાદે માર માર્યો હતો. આરોપીઓએ  હોકી, લાકડીથી મને પીઠ તથા જાંઘના ભાગે ઇજા પહોંચાડી હતી. ત્યારબાદ તેઓ મને જાનથી મારી નાંખવાની ધમકી આપી મારા ઘરની બહાર રોડ પર ઉતારીને જતા રહ્યા હતા.


Google NewsGoogle News