વડોદરાના વાઘોડિયા રોડ પર ચાલતા કુટણખાના પર દરોડો : મહિલા સંચાલક, ત્રણ ગ્રાહક અને બે કોલગર્લ પકડાયા
Vadodara Crime News : વડોદરાના પોલીસ કંટ્રોલ રૂમમાં એક જાગૃત નાગરિકે ફોન કરીને જાણ કરી હતી કે વાઘોડિયા રોડ ડી-માર્ટ પાસે યોગીનગર સોસાયટીમાં કુટણખાનું ચાલે છે. જેથી પાણીગેટ પોલીસે ઉપરોક્ત સ્થળે જઈને રેડ કરતા મકાનમાંથી એક મહિલા સંચાલક નયનાબેન જશુભાઈ પટેલ મળ્યા હતા. જેઓનું મૂળ વતન ડભોઇ તાલુકાનું કુંઢેલા ગામ છે. મકાનમાં અંદર જઈને તપાસ કરતા એક યુવક કાર્તિક રણજીતભાઈ દેલવાડીયા (રહેવાસી કું મેદાન કોમ્પલેક્ષ શીયાબાગ ખંડેરાવ માર્કેટ)રસોડામાં સંતાઈને બેઠો હતો. પોલીસને તેને જણાવ્યું હતું કે હું શરીર સુખ માણવા માટે આવ્યો છું.
મકાનના પહેલા માળે જઈને બેડરૂમમાં તપાસ કરતા એક મહિલા તથા પુરુષ મળી આવ્યા હતા. મહિલાએ પોલીસને કહ્યું હતું કે મારો પતિ કોઈ કામ ધંધો કરતો ન હોવાથી ઘર ખર્ચને મજબૂરીના કારણે દેહવેપારના ધંધા માટે બોલાવતા હું આવી હતી. નયનાબેનને ગ્રાહકે 1000 રૂપિયા આપ્યા હતા અને તેમાંથી રૂ.500 તેઓએ મને આપ્યા હતા. રૂમમાંથી મળેલા ગ્રાહક મોન્ટુ પટેલ (રહેવાસી ન્યાય મંદિર) પોતે શરીરસુખ માણવા આવ્યા હોવાનું કબૂલ્યું હતું. બીજા બેડરૂમમાંથી પણ એક કોલ ગર્લ મળી આવી હતી તથા ગ્રાહક ઈબ્રાહીમ સૈયદ (રહેવાસી પાણી ગેટ) મળી આવ્યો હતો. નયનાબેનને મકાન બાબતે પૂછતા મકાન માલિક મનોજભાઈ કહાર હોવાનું જણાવ્યું હતું અને પોતે ભાડુઆત તરીકે રહેતા હોવાનું કહ્યું હતું.