Get The App

ટ્રેનના એસી કોચમાં મહિલા ઊંઘી ગઇ અને દાગીના મૂકેલ પર્સ ગાયબ

મુંબઇથી દવા લઇ કોટા જતા દંપતીએ રૃા.૧.૭૫ લાખની મત્તા ગુમાવી

Updated: Nov 26th, 2023


Google NewsGoogle News
ટ્રેનના એસી કોચમાં મહિલા ઊંઘી ગઇ અને દાગીના મૂકેલ પર્સ ગાયબ 1 - image

વડોદરા, તા.26 ગોલ્ડન ટેમ્પલ એક્સપ્રેસ ટ્રેનના એસી કોચમાં ઊંઘી ગયેલા કોટાના દંપતીના થેલાની ચેન ખોલી અંદર મૂકેલ સોનાના દાગીના અને રોકડ મળી કુલ રૃા.૧.૭૫ લાખની મત્તાનું પર્સ કોઇ ગઠિયો આંચકી ગયો હતો.

આ અંગેની વિગત એવી છે કે રાજસ્થાનના કોટામાં બજરંગ દાલમીલરોડ પર ઝવંર સદનમાં રહેતા રાજીવ લાલચન્દ્ર ઝવંરની પત્ની શશીની બીમારીની દવા મુંબઇ ખાતે ચાલતી હોવાથી પતિ અને પત્ની બંને મુંબઇ ગયા હ તા અને દવા લીધા બાદ બંને કોટા પરત જવા માટે બોરીવલી રેલવે સ્ટેશનથી ગોલ્ડન ટેમ્પલ એક્સપ્રેસ ટ્રેનના એસી કોચમાં રિઝર્વેશન હોવાથી તેમાં બેસ્યા હતાં.

બોરીવલી રેલવે સ્ટેશન બાદ ભોજન લીધા બાદ તેઓ ઊંઘી ગયા હતા અને રાત્રે ટ્રેન વડોદરા રેલવે સ્ટેશન પર આવી ત્યારે ઊંઘમાંથી રાજીવભાઇના પત્ની જાગ્યા ત્યારે સીટ પર મૂકેલા થેલાની ચેન ખુલ્લી હતી અને અંદર રાખેલ બ્રાઉન રંગનું પર્સ ગાયબ હતું. આ પર્સમાં ડાયમંડવાળી સોનાની અંગુઠી, સોનાની બે બંગડી અને રોકડ રૃા.૨૫ હજાર મળી કુલ રૃા.૧.૭૫ લાખની મત્તા હતી. આ અંગે રાજીવ ઝવંરે રેલવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.




Google NewsGoogle News