સુરત પાલિકાએ ઉધના ઝોનમાં જેસીબીની મદદથી રસ્તો ખુલ્લો કરવાનો પ્રયાસ કરતા મહિલા જેસીબી સામે આવી સુઈ ગઈ

Updated: Oct 16th, 2023


Google NewsGoogle News
સુરત પાલિકાએ ઉધના ઝોનમાં જેસીબીની મદદથી રસ્તો ખુલ્લો કરવાનો પ્રયાસ કરતા મહિલા જેસીબી સામે આવી સુઈ ગઈ 1 - image


- બિલ્ડર સાથે સાંઠગાંઠ કરી અને પાલિકા તંત્ર ખેડુતોની જગ્યા લઈ રહી હોવાનો ગંભીર આક્ષેપ : ખેતરમાંથી રોડ લેવાની કામગીરી સામે ખેડૂતોનો આક્રમક વિરોધ

સુરત,તા.16 ઓક્ટોબર 2023,સોમવાર

સુરત મહાનગરપાલિકાના ઉધના ઝોનમાં બમરોલી વિસ્તારમાં એક ખેતરમાંથી રસ્તો બનાવવાની કામગીરી શરૂ થતાં ભારે વિરોધ થયો હતો. પાલિકાએ જેસીબીની મદદથી રસ્તો ખુલ્લો કરવાનો પ્રયાસ કરતા મહિલા જેસીબી સામે આવી સુઈ ગઈ હતી. બિલ્ડર સાથે સાંઠગાંઠ કરી અને પાલિકા તંત્ર ખેડુતોની જગ્યા લઈ રહી હોવાનો ગંભીર આક્ષેપ અને ખેતરમાંથી રોડ લેવાની કામગીરી સામે ખેડૂતો આક્રમક વિરોધ કરતાં પોલીસ પણ દોડી આવી હતી. 

સુરત પાલિકાના ઉધના ઝોનમાં બમરોલી વિસ્તારમાંથી હાલ રસ્તા ખુલ્લા કરવાની કામગીરી ચાલી રહી છે. દરમિયાન આજે બમરોલીના એક ખેતરમાંથી રસ્તો બનાવવાની કામગીરી શરૂ થતાં ખેડુત પરિવાર ખેતર દોડી આવ્યા હતા અને પાલિકાની કામગીરી સામે આક્રમક વિરોધ કરવા સાથે પાલિકા તંત્ર અને સરકાર સામે ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. ખેડૂત એવા રાકેશ ભાઈએ પાલિકાની કામગીરીનો વિરોધ કરતા જણાવ્યુ હતુ કે, મારા ખેતરની બાજુમાં એક ખાનગી બિલ્ડરોની જગ્યા છે બિલ્ડરે પાલિકા તંત્રમાં પૈસા ખવડાવી ને એની જગ્યા આગળ લાવ્યા છે અને આજે પાલિકા તંત્ર આવીને બળજબરી પુર્વક અમારી જગ્યાનો કબજો લેવાનો પ્રયાસ કરવામા આવે છે તેની સામે અને વિરોધ છે અને અગાઉ પણ અમે વિરોધ રજુ કર્યો છે તેમ છતાં પાલિકા સાથે મેળાપીપણામાં આ કામગીરી થઈ રહી છે. મહિલા ખેડુતે આક્રોશ પુર્ણ રીતે કહ્યું હતું કે બિલ્ડરે સરકારને પૈસા આપ્યા છે તેથી સરકારના માણસો તરત દોડી આવ્યા છે પરંતુ જે સામાન્ય માણસને સરકારની જરુર હોય તો સરકારના કોઈ પણ માણસ આવતા નથી. 

આટલા વિરોધ બાદ પણ પાલિકાએ જેસીબીથી કામગીરી શરુ કરતાં મહિલાઓ જેસીબી સામે આવીને સુઈ જતાં મોટો બખેડો થતાં હાલ પૂરતી કામગીરી સ્થગિત કરવામાં આવી છે. આ બખેડો થતાં પોલીસ પણ દોડી આવી છે અને મામલો ઠાળે પાડવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ મુદ્દે હજી પાલિકાનો પક્ષ જાણી શકાયો નથી

.


Google NewsGoogle News