ધરાશાયી થયેલા ઝાડને ઓળંગવા જતા મહિલાને કરંટ લાગતા મોત
વીજ કંપનીના સ્ટાફે આવી મહિલાનો મૃતદેહ નીચે ઉતાર્યો
જરોદ.જરોદ સમલાયા રોડ પર શનિવારે સાંજે એક ઝાડ પડી ગયું હતું. જે રોડ પર જીવંત વીજ વાયર પણ તૂટીને પડયો હતો. તે ઝાડ ઓળંગવા જતા કરંટ લાગતા એક મહિલાનું મોત થયું હતું.
બનાવની માહિતી અનુસાર, જરોદ ગામની ત્રણ મહિલાઓ જરોદ સમલયા રોડ ઉપર ખાનગી કંપનીમાં નોકરી કરે છે. સાંજના સમયે ત્રણ મહિલા નોકરી પરથી છૂટીને જરોદ ઘરે આવતી હતી. તે દરમિયાન સમલાયા જરોદ રોડ પર ઝાડ પડયું હતું.એક મહિલા ઝાડ ઓળંગીને નીચે આવી ગઈ હતી.જ્યારે બીજી મહિલા પ્રેમિલાબેન જયંતિભાઈ ભાલિયા ઝાડ ઓળંગીને આવતા હતા. ઝાડ ઉપર જીવતા વીજ કરંટની લાઈન પડી હોવાથી અજાણ ઝપટમાં પ્રેમિલાબેન ઝપટમાં આવી જતા તેમને કરંટ લાગતા તેમનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું.તે જોઈ ત્રીજી મહિલાએ ઝાડ ઓળંગવાની હિંમત કરી નહતી. જેથી, તેનો જીવ બચી ગયો હતો. ઘટનાની જાણ જરોદ પોલીસને થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ટ્રાફિક બંધ કરાવી વીજ કંપનીના અધિકારીને જાણ કરી હતી.ત્યારબાદ વીજ કંપનીના સ્ટાફે આવીને ઝાડ પરથી મહિલાનો મૃતદેહ બહાર કાઢ્યો હતો.