50લાખના દહેજ માટે ગુજારાતા ત્રાસથી પરિણીતાએ આપઘાત કરતાં સાસરીયા સામે ગુનો નોંધાયો
વડોદરાઃ સમા-સાવલી રોડ પર ફાંસો ખાઇ આપઘાત કરનાર પરિણીતાના પતિ અને સાસરીયા સામે હરણી પોલીસે ગુનો નોંધ્યો છે.
હરિયાણાના બહાદૂરગઢ નજીક બામનોલી ગામે રહેતા ભગવાનભાઇ છીલ્લરે પોલીસ ફરિયાદમાં કહ્યું છે કે,તેમની પુત્રી પિન્કીના લગ્ન કુલદીપસિંગ રમેશસિંગ જાટ (અજીતા નગર,સમા-સાવલી રોડ) સાથે થયા હતા.
મૂળ હરિયાણાના જંજર જિલ્લાના શોલદા ગામના વતની એવા કુલદિપસિંગ જાટ અને તેના પરિવારજનો દહેજ પેટે રૃ.૫૦ લાખની માંગણી કરતા હતા.જેથી તેમનો ત્રાસ સહન નહિ થતા પિન્કીએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.
હરણી પોલીસે આ ફરિયાદને આધારે પતિ કુલદીપસિંગ ઉપરાંત પિન્કીના સસરા રમેશસિંગ જાટ,સાસુ લક્ષ્મીદેવી,નણંદ રજની અને રચના તેમજ તેમના પતિ સામે આત્મહત્યાની દુષ્પ્રેરણા આપવા બદલ ગુનો નોંધ્યો છે.