Get The App

પરિચિતના મકાનના બોગસ દસ્તાવેજો કરી મહિલાએ કંપનીમાંથી 12 લાખનું ભાડું વસૂલ્યુ

Updated: Aug 13th, 2024


Google NewsGoogle News
પરિચિતના મકાનના બોગસ દસ્તાવેજો કરી મહિલાએ કંપનીમાંથી 12 લાખનું ભાડું વસૂલ્યુ 1 - image

image: Socialmedia

Vadodara Rent Scam : વડોદરાના ગોરવા વિસ્તારની કંપનીમાં નોકરી મળતા એક મહિલાએ વડોદરામાં રહેતા તેના પરિચિતના રહેઠાણના દસ્તાવેજોનો ઉપયોગ કરી કંપનીમાંથી 13 વર્ષ સુધી ભાડું વસૂલ્યું હોવાનો બનાવ બનતા મકાન માલિકે ફરિયાદ નોંધાવી છે. 

ઇલોરાપાર્કની આમ્રકુંજ સોસાયટીમાં રહેતા મૂળ ભાવનગરના વતની કોકીલાબેન પટેલે પોલીસને કહ્યું છે કે મારા પતિ ભાવનગરમાં જાયન્ટ ક્લબના પ્રમુખ હતા. તે વખતે ભાવનગરના સંસ્કાર મંડળ ખાતે પાર્થ ફ્લેટમાં રહેતા બીપીનભાઈ મહેતા સાથે પરિચય થયો હતો. ત્યારબાદ અમે વડોદરા રહેવા આવી ગયા હતા. 

દરમિયાનમાં વર્ષ 2011માં બીપીનભાઈની પુત્રી વિરાજને વડોદરાના ગોરવા વિસ્તારની ઇન્સવેસ્ટિજ કંપનીમાં નોકરી મળી હતી. જેથી બીપીનભાઇએ અમને કહ્યું હતું કે વિરાજ વડોદરા નોકરી કરવા આવી છે તો તેમને જ્યારે જરૂર હોય તો મદદ કરજો. ત્યાર પછી અમારે બીપીનભાઈ અને વિરાજ સાથે અવારનવાર વાત થતી હતી.

તાજેતરમાં અમારા સીએ દ્વારા રિટર્ન ફાઇલ કરવામાં આવ્યું તે દરમિયાન જાણવા મળ્યું હતું કે વિરાજ મહેતાએ અમારા સરનામા ઉપર રહેતી હોવાનું જણાવી તેમજ અમારા પાનકાર્ડનો ઉપયોગ કરી અને બોગસ સહીઓ કરી ભાડા કરાર બનાવીને કંપનીમાંથી અત્યાર સુધીમાં 12 લાખ રૂપિયા ભાડું વસૂલ્યું છે. ગોરવા પોલીસે આ અંગે વિરાજ મહેતા સામે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News