Get The App

રેલવે પ્લેટફોર્મ પરથી મહિલા દારૃની બોટલો સાથે પકડાઇ

દમણની વાઇન શોપમાંથી દારૃ લીધો હોવાની કબૂલાત

Updated: Nov 29th, 2024


Google NewsGoogle News
રેલવે પ્લેટફોર્મ પરથી મહિલા દારૃની બોટલો સાથે પકડાઇ 1 - image

વડોદરા,વડોદરા રેલવે પ્લેટફોર્મ પરથી એક મહિલાને રેલવે પોલીસે દારૃની ૧૪૪ બોટલ સાથે ઝડપી  પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા રેલવે પોલીસનો સ્ટાફ ગઇકાલે વિસ્તારમાં હતો.તે દરમિયાન રેલવે સ્ટેશન પ્લેટફોર્મ - ૬ ના પાર્કિંગ તરફના વિસ્તારમાં એક મહિલા પોતાના ખભા પર હેન્ડ બેગ તથા હાથમાં પ્લાસ્ટિકની થેલી લઇને જતી હતી. મહિલાની હિલચાલ પર પોલીસને શંકા જતા મહિલા હે.કો. સુરેખાબેને તેનો સામાન ચેક કરવાનું કહેતા તે ગભરાઇ ગઇ હતી. તેણે હેન્ડ બેગ અને પ્લાસ્ટિકની થેલીમાં દારૃની બોટલો હોવાનું જણાવ્યું હતું. મહિલાએ પોલીસને  પોતાનું નામ અંજનાબેન પંકજભાઇ રાઠોડ ( રહે. સોનીયા પ્રોવિઝન સ્ટોર, ટીલક નગર, ભાવનગર, હાલ રહે. કુબેર નગર, અમદાવાદ) હોવાનું જણાવ્યું હતું. તેની  પાસેથી દારૃની ૧૧૪ બોટલ કિંમત રૃપિયા ૧૦,૮૦૦ ની મળી આવી હતી. મહિલાએ પોલીસને જણાવ્યુું   હતું કે, આ દારૃની બોટલ દમણની એક વાઇન શોપમાંથી છૂટક વેચાણ કરવા માટે લાવી છું. રેલવે પોલીસે તેની સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News