નણંદ કહે તેવું જ પતિ કરતો હતો : પ્રેમ લગ્ન થયાને નવ મહિનામાં જ પતિએ પત્નીને કાઢી મૂકવાની ધમકી ઉચ્ચારી
image : Freepik
Vadodara Husband Wife Dispute : વડોદરાના કલાલી ગામમાં રહેતી એક પીડીતા મદદ માંગતા જણાવે છે કે, પીડીતાને તેમના પતિ, નણંદ દ્વારા હેરાનગતિ છે. મારા લગ્નને ફક્ત નવ મહિના થયા છે અને મારા પતિ મારી નણંદ કહે છે એમ જ કરે છે. પતિ કામ ધંધે પણ જતા નથી અને હુ કહું છું કે નોકરી પર જાવ તો ઘરની બહાર કાઢી મૂકી અને કહે છે મારે તને હવે નથી રાખવી, મને છૂટું જોઈએ છે. પીડીતાએ જણાવેલ સરનામે અભયમ ટીમ પહોંચતા પીડીતાનું કાઉન્સિલિંગ કરતા જાણવા મળે છે કે, પીડીતાનુ પ્રેમ લગ્ન છે. પ્રેમ થયાના બે મહિના થયા હતા અને લગ્ન કરી દીધેલ. મારા પતિએ મને જૂઠું બોલીને લગ્ન કરેલ છે કે મારી પાસે ડીજે છે. મારે કમાવાની જરૂરત નહીં પડે. આવું કહી મારી જોડે લગ્ન કર્યા. ત્યારબાદ પીડિતાને ત્રણ ચાર મહિના સારું રાખ્યું અને પછી પીડીતાને તેમના પતિ અને નણંદ દ્વારા હેરાનગતિ, મારપીટ થવા લાગી હતી. નાની બાબતે પતિ ઝઘડો કરતો અને પીડીતાને પિયરી મૂકી આવતો. મારો પતિ કામ ધંધો કરતો નથી અને આખો દિવસ ઘરમાં બેસી રહે છે. હું કહું છું નોકરી કરવા જા, ઘર ચલાવશું કેવી રીતે? તો પીડીતાને પતિ કહે છે તું નોકરી કર અને મને પૈસા આપ. મારા લગ્ન વખતે મેં લોન લીધેલી હતી તો મારા લગ્ન થયા છે. તો હવે તું કમાવ અને બધી લોન ચૂકવ, નહીં તો તું મારા ઘરમાંથી નીકળી જા. આવું કહી પીડીતાને ઘરની બહાર કાઢી મૂકી અને કહે છે પતિ કે મારે તારી જોડે હવે નથી કરવી અને રહેવું નથી, મને છૂટું જ જોઈએ છે.
પીડિતા જણાવે છે કે, બે મહિનાથી પિયરમાં રહું છું, તે છૂટું જ માંગે છે, મારે છૂટું નથી. ત્યારબાદ અભયમ દ્વારા પીડીતાના પતિ અને નણંદનું કાઉન્સિલિંગ કરી કાયદાકીય સમજ આપી અને સમજાવ્યા કે વહુને સારી રીતના રાખો અને ઘરની જિમ્મેદારી પૂરી કરો. કામ ધંધો કરી પત્નીને સારી રીતના રાખે અને લડાઈ ઝઘડા ના કરે. ત્યારબાદ પીડીતાના પતિએ પીડીતા પાસે માફી માંગી અને બાહેદરી પત્ર લખી કહ્યું કે, હવે પછી હું છૂટું લેવાની વાત પણ નહીં કરું અને નોકરી પર જઈશ.