લગ્નના ૭ મહિનામાં જ પરિણીતાએ જીવન ટૂંકાવી દીધું
પોલીસને કોઇ અંતિમ ચિઠ્ઠી મળી નથી : આપઘાતનું કારણ અકબંધ
વડોદરા,૭ મહિના પહેલા લગ્ન કરનાર ૨૦ વર્ષની પરિણીતાએ અગમ્ય કારણોસર ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. જે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
શહેર નજીકના જશાપુરા ગામે રહેતા ૨૦ વર્ષની પ્રજ્ઞાા ઉમેશભાઇ ગોહિલના લગ્ન ૭ મહિના અગાઉ થયા હતા. ગઇકાલે તેના પતિ નોકરી પર ગયા હતા. પ્રજ્ઞાા ઘરે એકલી હતી. પ્રજ્ઞાાએ બપોરે પોતાના ઘરે અગમ્ય કારણોસર ગળા ફાંસો ખાઇ લીધો હતો. જેની જાણ પાડોશમાં રહેતા સગાને થતા તેઓએ બૂમાબૂમ કરતા લોકો ભેગા થઇ ગયા હતા. બનાવ અંગે તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી. દરવાજો તોડીને પ્રજ્ઞાાનો મૃતદેહ નીચે ઉતારવામાં આવ્યો હતો. પોલીસને કોઇ અંતિમ ચિઠ્ઠી મળી નહતી. પરિણીતા પાસે મોબાઇલ ફોન પણ નહતો. આપઘાતનું કોઇ ચોક્કસ કારણ જાણી શકાયું નથી.લગ્ન ગાળો ટૂંકો હોવાથી બનાવની તપાસ ડીવાય.એસ.પી.ને સોંપવામાં આવી છે.