ગોત્રી વિસ્તારમાં રહેતા બિલ્ડર સાથે રૂા. 4.36 લાખની છેતરપિંડી

Updated: Dec 5th, 2023


Google NewsGoogle News
ગોત્રી વિસ્તારમાં રહેતા બિલ્ડર સાથે રૂા. 4.36 લાખની છેતરપિંડી 1 - image


Image Source: Freepik

વેચાણ કરેલા ટ્રેક્ટરના હપ્તા ખરીદનારે નહી ભરતા બિલ્ડરે ભરવાનો વારો આવ્યો

વડોદરા, તા. 05 ડિસેમ્બર 2023 મંગળવાર

ગોત્રી વિસ્તારમાં રહેતા બિલ્ડરે લોનથી ટ્રેક્ટર ખરીદ કર્યું હતું. પરંતુ તેઓએ ટ્રેક્ટર વેચાણ માટે મુકતા ઇલ્યાશ વ્હોરાએ ટ્રેક્ટર ખરીદ કરી બાકી લોનના હપ્તા પણ ભરી દઇશુ પણ ટ્રેકનો કબજો મેેળવ્યા બાદ હપ્તા ભરતા ન હોય બિલ્ડરે બાકી હપ્તા મળી 4.36 લાખ ભર્યા હતા. પરંતુ તેઓ રૂપિયા કે ટ્રેક્ટરની માગણી કરવા છતા પરત આપતા ન હોય તેની સામે છેતરપિંડીની ફરિયાદ નોધાવી છે. .

શહેરના ગોત્રી વિસ્તારમાં સોમનાથનગર સોસાયટીમાં રહેતા સાગર પ્રકાશ પરમાર કંસ્ટ્રકશનનો વ્યવસાય કરે છે. તેઓ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે હુ સ્કાય લાઈન ડેવલોપર્સ નામથી કંસ્ટ્રકશનનું કામ કરું છુ અને  છેલ્લા બે વર્ષથી અમારું કંસ્ટ્રકશનનું કામ બરાબર ચાલતું ન હોવાથી મારી આર્થિક પરિસ્થિતી સા રી ન હોવાથી મારી ટ્રેકટરની ટ્રૉલી ઓનલાઈન ઑ.એલ.એક્સ ઉપર વેચવા માટે મુકી હતી.  જે ટ્રૉલી વર્ષ ૨૦૨૨ના રોજ સાંકરદા ગામ રહેતા પપ્પુભાઈ પરમારને રૂ.૭૦,૦૦૦માં વેચાણ કરી હતી. તે વખતે અમો એ પપ્પુભાઈને અમારું ટ્રેકટર વેચવાની વાત કરી હતી. જેથી મારા ઘરે પપ્પુભાઈ, યોગેશભાઈ તથા ઈલ્યાસ વ્હોરા તથા મોહનસીંગ આવ્યા હતા અને તેમને અમારું ટ્રેકટર પસંદ પડતાં  તમારે મને રોકડા રૂ.૧,૦૦,૦૦૦ આપવાના તથા મારા ટ્રેકટરના બાકી રહેલા તમામ હપ્તા તમારે ભરવાના રહેશે.  જેથી ઈલ્યાસભાઈ મંજૂર થતાં તેનું લખાણ કરાવવા માટે કુબેરભવન ખાતે જઇને વેચાણ કાર ઈલ્યાસ વ્હોરાના નામે કર્યો હતો. તે વખતે અમારી પાસેથી રૂ. ૧૦,૦૦૦ દલાલી પેટે પપ્પુભાઈએ લીધા અને મને મોહનસીંગે રૂ.૮ ૫,૦૦૦ રોકડા આપી અને રૂ.૫,૦૦૦ ગૂગલ પે કરવા કહ્યું હતું પરતું આજ દિન સુધી અમને ગૂગલ પે કરેલ નથી. ત્યારબા દ ત્રણ હપ્તા મળીને કુલ્લે રૂપિયા-૧,૧૬, ૦૦૦ ન ભરતા મહીન્દ્રા ફાઈનાન્સવાળા અમારા ઘરે હપ્તાની ઉઘરાણી કરવા અવાર નવાર આવતા હતા. જેથી  ઈલ્યાસ વ્હોરાએ ફોન કરતાં તેમણે મને કહ્યું હતું કે અમે તમારું ટ્રેક્ટર પરત આપી દઈશુ મારા પાસે હાલ કોઈ પૈસાની સગવડ નથી. જેથી અમો મોહનસીગને વ્હોટસએપ કોલ કરતાં તેમણે મને કહ્યું હતું તમારું ટ્રેકટર બીજે ગીરવે મુકેલુ છે જેથી તમે બાલોતરા રાજસ્થાન આવી રૂપિયા દોઢ લાખ ભરી લઈ જાઓ. જેથી અમે અમારું ટ્રેકટર સામાવાળા ઈલ્યાસ સલીમ વ્હોરાએ વેચાણ વખતે રૂ. ૧ ,૦૦,૦૦૦ રોકડા આપેલા તથા બાકીની અમારા નામ ઉપર લોનના દર ત્રણ મહીને રૂ.૩૮, ૭૦૫ના દસ હપ્તાં મળી રૂ.૩,૮૭,૦૫૦ તેને ભરવાના તેવું લખાણ અમને આપેલ તેમ છતા ઈલ્યાસ વોરાએ ત્રણ હપ્તા  ન ભરતા અમારા ઘરે આવતા હોય બે હપ્તાના રૂ.૭૭,૬૦૦ ભરેલ અને હજુ ગઈ તા.૧૦/૦૨/૨૦૨૩ નો એક રૂ.૩૮, ૭૦૫નો ભરવાનો બાકી છે તેમજ મહેન્દ્રા ફાઈનાન્સ કંપનીનું વ્યાજ સાથે રૂ.૪, ૩૬, ૧૨૫ ભરવાના બાકી છે. જેથી  અમારે ૫, ૫૨,૪૩૦ ઈલ્યાસ વ્હોરા પાસે બાકી નીકળે છે જેઓને ફોન કરી અવાર નવાર જાણ કરવા છતાં અમારું ટ્રેકટર પરત આપતા નથી કે લોનના હપ્તા નહી ભરીને અમારી સાથે વિશ્વાસધાત છેરતપીંડી કરી છે. ગોત્રી પોલીસે


Google NewsGoogle News