નવેમ્બરના મધ્યાંતરે જિલ્લામાં શિયાળુ પાકનું વાવેતર ૭,૭૩૪ હેક્ટરે જ પહોંચ્યું
ઠંડી મોડી શરૃ થવાથી વાવેતર પર અસર દેખાઇ
ગત વર્ષે તારીખ ૧૩મી નવેમ્બર પહેલા જિલ્લામાં રવી મોસમમાં ખેડૂતો દ્વારા ૯૭૧૪ હેક્ટરમાં વિવિધ પાક વાવેતર કરી દેવાયું હતું
ગાંધીનગર જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષની કુલ વાવેતરની સરેરાશ
વધીને ૯૧૫૪૩ હેક્ટરની થઇ છે. અત્યાર સુધીમાં સોથી વધુ વાવેતર ગાંધીનગર તાલુકામાં
૨૯૦૧ હેક્ટરમાં, બીજા
ક્રમે દહેગમ તાલુકામાં ૨૭૭૩ હેક્ટરમાં,
ત્રીજા ક્રમે માણસા તાલુકામાં ૧૧૦૨ હેક્ટરમાં અને સૌથી ઓછું વાવેતર કલોલ
તાલુકામાં ૯૫૮ હેક્ટરમાં થયાનો રિપોર્ટ જિલ્લા ખેતીવાડી શાખાને મળ્યો છે.
બટાટાના કુલ ૨૯૧૩ હેક્ટરમાં થયેલા વાવેતરમાંથી ગાંધીનગર
તાલુકામાં ૧૮૯૩ હેક્ટરમાં,
દહેગામ તાલુકામાં ૮૭૭ હેક્ટરમાં,
માણસા તાલુકામાં ૧૪૧ હેક્ટરમાં અને કલોલ તાલુકામાં ૨ હેક્ટરમાં બટાટા વવાયા
છે. જ્યારે ચણાનું વાવેતર દહેગામ તાલુકામાં ૮૨ અને કલોલ તાલુકામાં ૭ હેક્ટરમાં
થયું છે. રાઇનું વાવેતર કલોલ તાલુકામાં ૨૧૫ હેક્ટરમાં, માણસા તાલુકામાં
૧૨૯ હેક્ટરમાં ગાંધીનગર તાલુકામાં ૯૫ અને દહેગામ તાલુકામાં ૫ હેક્ટરમાં થયું છે.
જ્યારે તમાકુનું વાવેતર દહેગામ તાલુકામાં ૧૦૨ હેક્ટરમાં થયું છે. જિલ્લામાં
ઘાસચારાનું ૨૨૩૭ હેક્ટરમાં અને શાકભાજીનું ૭૭૯ હેક્ટરમાં વાવેતર કરાયું છે.
જુવાર,
મકાઇ, શેરડી, લસણ, ડુંગળી, જીરૃ હજુ વવાયા
નથી
ગાંધીનગર,
દહેગામ, કલો અને
માણસા સહિતસમગ્ર જિલ્લામાં હજુ સુધી કોઇ ખેડૂતો દ્વારા જુવાર, મકાઇ, શેરડી, લસણ, ડુંગળી, જીરૃ, સવા અને
ઇસબગુલનું વાવેતર કરવાની શરૃઆક કરવામાં આવી નથી. આ ઉપરાંત ચણા સિવાયના કઠોળ અને
રાઇ સિવાયના તૈલીબિયા પાકોનું વાવેતર પણ નોંધવામાં આવ્યું નથી.