સાસુનું નડતર દૂર કરવા ડાયાબિટીસ હોવા છતાં વહુ દ્વારા ગળપણનો મારો, પોલીસની મદદ લીધી
વડોદરા,તા.25 ડિસેમ્બર 2023,સોમવાર
વૃદ્ધ સાસુને ઘરમાંથી કાઢી મૂકવા માટે પુત્ર અને પુત્ર વધુ દ્વારા હેરાનગતિ કરવામાં આવી રહી હોવાથી આખરે તેમણે પોલીસની મદદથી લીધી હતી.
હરણી વિસ્તારમાં રહેતી વૃદ્ધાના પતિ ઘણા સમય પહેલા ગુજરી ગયા હતા. જેથી તેમણે બે પુત્રીના લગ્ન કરાવી એક પુત્રને પણ પગભર કર્યો હતો. પરંતુ પુત્ર અને પુત્રવધૂ વૃદ્ધ માતાને ઘરમાંથી નીકળી જવા દબાણ કરી રહ્યા છે.
વૃદ્ધાએ આ મકાન તેના નામ પર હોવાથી તે બીજે ક્યાંય નહીં જાય તેમ કહેતા પુત્રને પુત્ર વધુ દ્વારા ત્રાસ ગુજરાતી બંને બહેનોને ત્યાં ચાલ્યા જવા માટે કનડગત કરવામાં આવતી હતી. વૃદ્ધાને ડાયાબિટીસ હોવા છતાં પુત્રવધુ દ્વારા ખાવાની ચીજ વસ્તુઓમાં ગળપણનો મારો ચલાવવામાં આવતો હતો.
પુત્ર પણ આ બાબતે કાંઈ કહેતો ન હતો અને માતાને ઘર છોડી જવા માટે દબાણ કરતો હતો. જેથી વૃદ્ધાએ અભયમની મદદ લેતા પોલીસ સાથે પહોંચેલી ટીમે પુત્રને પુત્ર વધુનું કાઉન્સેલિંગ કરી તેમની સામે ગુનો દાખલ થઈ શકે છે તેવી ચીમકી આપી હતી. જેથી પુત્ર અને પુત્રવધુએ પોતાની ભૂલ સ્વીકારી માફી માગી હવે પછી ક્યારે પણ હેરાન નહીં કરે તેવી લેખિતમાં બાહેધરી આપી હતી.