Get The App

પરસ્ત્રીના પાલવમાં લપેટાયેલો પતિ મારવા દોડતા પરિણીતાએ પિયરવાટ પકડી : પોલીસ ફરિયાદ કરી

Updated: May 31st, 2024


Google NewsGoogle News
પરસ્ત્રીના પાલવમાં લપેટાયેલો પતિ મારવા દોડતા પરિણીતાએ પિયરવાટ પકડી : પોલીસ ફરિયાદ કરી 1 - image


Vadodara News : તારા પિતાના ઘરેથી શું લઈને આવી છે? તને લાવીને અમે પસ્તાઈએ છીએ તેમ કહીને મેળા ટોણા મારતા સાસુ સસરા સહિત દિયર અને પતિ સહિતના તમામ સાસરીયા વારંવાર મહેણા ટોણા મારવા સહિત પર સ્ત્રીના પાલવમાં લપેટાયેલા હોવાની આશંકા સાથે મારી નાખવાની ધમકી આપતા પરિણીતાએ પિયરની વાત પકડી લીધી હોવાની ફરિયાદ અંગે પોલીસે કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. 

પોલીસની વિગત એવી છે કે ન્યુ વીઆઈપી રોડની વ્રજધામ સોસાયટીમાં રહેતી પરિણીતાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત 2021, જાન્યુઆરીની 24 તારીખે નિતીન હરિભાઈ વસાવા (રહે. પ્રમુખ પાર્ક સોસાયટી, વાઘોડિયા-ડભોઇ રીંગરોડ) સાથે લગ્ન થયા હતા. પતિ સાથેના સાંસારિક જીવનથી પુત્રની માતા બની હતી. સસરા હરિભાઈ, સાસુ આશાબેન, દિયર કેતન, દેરાણી સાથેના પાંચેક મહિના સુધી સાસરીમાં સૌ સારી રીતે રાખતા હતા. ત્યારબાદ તું તારા બાપના ઘરેથી શું લાવી છે તને અમે લાવીને પસ્તાયા છીએ તેવા મહિના ટોણા સાસુ સસરાએ મારવા માંડ્યા હતા. પ્રથમ સુવાવડનો તમામ ખર્ચ પિયરિયાએ કરવાનો હોવાના બહાને પતિ પિયરમાં મૂકી ગયો હતો, ત્યારે જાણ થઈ હતી કે, સાથે કામ કરતી પરસ્ત્રી સાથે પતિને સંબંધ હોવાની જાણ થઈ હતી. આ અંગે ફોન પર કહેવા જતા તારે થાય તે કરી લે તેમ કહીને ફોન કાપી નાખ્યો હતો. 

સુવાવડ બાદ ત્રણ મહિના સુધી સાસરીયા લેવા આવ્યા ન હતા.  જેથી સમાજ અગ્રણીઓ સાથે મળીને મીટીંગ ગોઠવી હતી. જેમાં પોલીસે સમાધાન કરાવ્યુ હતુ. પરંતું ત્યારબાદ મામા સસરાએ ગત છઠ્ઠી તારીખે સમાધાનના પ્રયત્નો કરતા એકદમ ઉશ્કેલાયેલો પતિ અશ્લીલ ગાળો ભાંડીને મારવા દોડ્યો હતો. જેથી પરિણીતાએ પિયરવાટ પકડી લીધાની ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News