તે યાકુતપુરાનું કેમ છાપ્યું ?તને તારા ઘરેથી ઉંચકી જઇ મારી નાંખીશ

પખવાડિક ના તંત્રીને જાનથી મારી નાંખવાની ધમકી આપતા પોલીસે ગુનો દાખલ કર્યો

Updated: Oct 12th, 2023


Google NewsGoogle News

 તે યાકુતપુરાનું કેમ છાપ્યું ?તને તારા ઘરેથી ઉંચકી જઇ મારી નાંખીશ 1 - imageવડોદરા,શહેરમાં માથાભારે તત્વો દ્વારા એક પખવાડિકના તંત્રીને ધમકી આપનાર શખ્સ સામે સિટિ પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 માંડવી વિસ્તારમાં રહેતા અને પખવાડિક  ચલાવતા રોનક ભાવસારે સિટિ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,  ગત તા.  છઠ્ઠી ઓક્ટોબરે મારા મોબાઇલ ફોન પર એક અજાણ્યા નંબર  પરથી કોલ આવ્યો હતો. કોલ કરનાર વ્યક્તિએ મને જણાવ્યું હતું કે, તે કોને  પૂછીને યાકુતપુરાના ન્યૂઝ ચલાવ્યા છે. તું યાકુતપુરા આવ નહીંતર  હું તારા ઘરે આવું છું. નહીંતર હું તારા પર કેસ કરી  દઇશ કે, તું ખોટો સમાચાર ચલાવે છે. જેથી, મેં તેને કહ્યું કે, મેં કોઇપણ વ્યક્તિગત કે ધાર્મિક લાગણી દુભાય તેવું કોઇ કૃત્ય કર્યુ નથી. ફોન કરનાર વ્યક્તિનું નામ ઇરફાન દાઢી હોવાનું મને જાણવા મળ્યું હતું.

ગત તા. ૧૧ મી એ હું ઉજ્જૈન દર્શન કરીને રાતે સાડા દશ વાગ્યે ઘરે આવ્યો હતો. તે સમયે ફરીથી તે નંબર પરથી મને કોલ આવ્યો હતો કે, તું રોહન  શાહ બોલે છે ? તે મારા પર કેસ કર્યો છે ? વાડી પોલીસ સ્ટેશનમાં ? મેં તેને કહ્યું હતું કે,હું રોહન નહી રોનક બોલુ છું. મેં સિટિ પોલીસ સ્ટેશનમાં કેસ કર્યો છે. તેણે પોતાનું નામ ફિરોઝ ફઇઝખાન પઠાણ જણાવ્યું હતું. તેણે મને ગાળો બોલી ધમકી આપી હતી કે, તારે જેને કહેવું હોય તેને કહેજે, તું મને જ્યાં મળીશ ત્યાં જાનથી મારી નાંખીશ. તે યાકુતપુરાનું છાપ્યું છે. તું મને ઓળખતો નથી. હું યાકુતપુરાનો આગેવાન છું. તને તારા ઘરેથી ઉંચકી જઇશ.


Google NewsGoogle News